Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

100 રૂપિયા નહીં આપતાં વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો

Share

ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના બહારની ઉંડાઇ સ્વામિનારાયણ મંદીર પાસે રહેતાં 66 વર્ષના ઝાહિદઅલી અલીસેન કુરેશી છુટક ચાદર વેચવાનો ધંધો કરે છે. તેમની પત્ની તેમજ સંતાનો દિલ્હી લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. જ્યારે તેઓ એકલાં જ ઘરે હતાં. સાંજના સમયે તેમને લઘુશંકા લાગતાં તેઓ બટુકનાથના અખાડાની પાછળ નદી કિનારે લઘુશંકા કરવા ગયાં હતાં. તે વેળાં તેમના વિસ્તારમાં જ રહેતો જુબેર જુમ્માખાન પઠાણ તેમની પાસે આવી પહોંચ્યો હતો. તેણે તેમની પાસે આવી મને 100 રૂપિયા આપ તેમ કહેતાં ઝાહિદઅલીએ મારી પાસે રૂપિયા નથી તેમ કહેતાં જુબેરે અચાનક ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી તેમના માથામાં નળિયાથી ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાંથી અખાડા તરફ જઇ રહ્યાં હતાં તે વેળાં જાફરના ઘર સામે આવીને ઉભા રહેતાં જાફરના છોકરાએ તેમને ત્યાંથી જણા રહેવા કહીં ઝઘડો કરી લાકડીના સપાટા મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે એ ડીવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : દશ શકુનીયોને રોકડ રૂપિયા ૫૮,૮૪૦/- ના મુદ્દામાલ સાથે જુગારીયોને જુગાર રમતા પકડી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના પિંગલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરે એક કિશોરને શિકાર બનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!