ભરૂચના ઝાડેશ્વર ગામે પંચાલ ફળિયામાં રહેતાં શૈલેષ વસાવા તેમની બાઇક પર ઝાડેશ્વર સર્કિટ હાઉસ પાસે ગયાં હતાં. જે બાદ તેમણે ત્યાં બાઇક પાર્ક કરી તેઓ કેબલ બ્રિજના ફૂટપાથ પર ચાલવા માટે ગયાં હતાં. દરમિયાનમાં સુરતથી વડોદરા તરફ જવાના રોડ પર લેલ્ટા ટ્રેક પર કેટલાંક લોકો ભેગા થયેલાં હોઇ તેઓએ ત્યાં જઇને જોતાં ત્યાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અને મરણ ગયેલી હાલતમાં પડેલો દેખાયો હતો. જેથી તેમણે પુછપરછ કરતાં કોઇ અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાનને ટક્કર મારી માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
