Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને સર્ટીફિકેટ, ગિફ્ટ વિતરણ કરાયું

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વ્યવસાયલક્ષી તાલીમ વર્ગ જેવા કે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર બ્યુટી પાર્લર કોર્સ ના તાલીમાર્થી બહેનોને તાલીમ પૂરી થયા બાદ સર્ટિફિકેટ વિતરણ તેમજ સંસ્થાની બહેનોને ગિફ્ટ વિતરણ અને આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટી પાર્લર કોર્સના નવા બેચના ઉદ્ઘાટન કાર્યકરમ ડોક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયો હતો.

જેમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સવંત જાણીતા ધારાસભ્ય કિરણભાઈ ઠાકોર બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ ધારાશાસ્ત્રી  વિમલભાઈ ચૌહાણ જન શિક્ષણ સંસ્થાના જૈનુલ સૈયદ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાયો હતો સદર કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સવંતે મહિલાઓ ની અલગ અલગ યોજનાઓ ની સંપૂર્ણ અને સચોટ માહિતી પૂરી પાડી હતી તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે તેમણે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ કિરણભાઈ ઠાકોર તેમજ બેચરભાઈ રાઠોડ વગેરે મહાનુભાવો એ સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી સંસ્થાના પ્રમુખ  પરેશ મેવાડા ને ખૂબ અભિનંદન આપી સંસ્થાની બહેનો તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં કંઈક શીખી આગળ વધવા તેમજ કુટુંબને મદદરૂપ થવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સંસ્થાના પ્રમુખએ સંસ્થા વિશે માહિતી પૂરી પાડી આગામી સીવણ ક્લાસ તેમજ બ્યુટી પાર્લરના નવા કોર્સ 10 તારીખથી શરૂ થવાના છે તે અંગે બહેનોને જરૂરી માહિતી પૂરી પાડી હતી. તેમજ સંસ્થા દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે જરૂરીયાત મંદ બાળકોને વિનામૂલ્ય શૈક્ષણિક કીટ વિતરણ માટે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં સંસ્થાની બહેનો ઈશા મેવાડા વૈશાલી ચંદેલ અમિતા રાણા નીતા બાર શાખવાલા નાજેરા શેખ ચંદ્રિકા મોરિયા પ્રજ્ઞા ગડરીયા હેતલ બારોટ વગેરે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધી કાલે ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુકશે રાહુલની સભામાં જંગી માનવમેદની ઉમટશે

ProudOfGujarat

નબીપુર પોલીસ મથકમાં સોના ચાંદીના વેપારીઓ સાથે સુરક્ષા અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઉમરપાડામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહુર્ત યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!