Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ જેટકો સબ સ્ટેશનના યાર્ડમાંથી 1.17 લાખના વાયરોની ચોરી

Share

તસ્કરોએ યાર્ડના ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ્યાં હતાં

ભરૂચ

Advertisement

ભરૂચના તુલસીધામ પાસે આવેલી વાસુદેવ પાર્ક સોસાયટીમાં રહેતાં તન્મય રમેશચંદ્ર જોષી પાલેજ જેટકો સબ સ્ટેશનમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગત 2 એપ્રિલના રોજ નોકરીએ જવા માટે નિકળ્યાં હતાં. તેઓ રસ્તામાં હતાં તે વેળાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અસલમ અહમદ માસ્તરે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, આપણા સબ સ્ટેશનના યાર્ડમાં પડેલાં એલ્યુનિયમ કંડક્ટરના વાયરોની ચોરી થઇ છે. જેથી તેઓ તેરંત ઓફિસે પહોંચી યાર્ડમાં જઇને જોતાં સ્વિચ યાર્ડમાં જવાના ગેટ પરનું તાળું તુટેલું હતું. અને ગેટને માત્ર આગળો માર્યો હતો. તેમણે અંદર જઇને તપાસ કરતાં અંદરથી અંદાજે 1.17 લાખની મત્તાનો 700 કિલો વાયર ચોરી થયો હતો. જેથી તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કે, ગત 1 મેના રોજ રાત્રીના 8 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યાના સમયગાળામાં કોઇ તસ્કરે યાર્ડના ગેટનુ તાળું તોડી ચોરી કરી ગયો છે. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

બેન્કિંગ નિયમોમાં ફેરફાર : વર્ષમાં 20 લાખથી વધુ ઉપાડ-જમા પર પાન કાર્ડ અને આધાર ફરજિયાત.

ProudOfGujarat

નેત્રંગના વણખૂંટા ગામ ખાતે 9 વર્ષીય બાળકને દીપડો ખેંચીને લઈ જઈ ફાડી ખાતા મોત નીપજાવ્યું

ProudOfGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં સરભાણ ખાતે અચાનક વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!