Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસની ઓળખ આપી બે ગઠિયાઓએ નિવૃત્ત શિક્ષકના 1.80 લાખના સોનાના દાગીના લઇ ફરાર

Share

ભરૂચ
ભરૂચની ન્યાયમંદિર હોટલની પાછળ આવેલાં સૃષ્ટી બંગ્લોઝ ખાતે રહેતાં  મનહર રત્ના પરમાર હાલમાં નિવૃત્ત શિક્ષક તરીકે જીવન ગુજારી રહ્યાં છે. તેઓ ગઇકાલે બપોરના સમયે તેમની એક્ટિવા લઇને ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં આઇનોક્ષ સિનેમાની સામે એસબીઆઇ બેન્કમાં પેન્શનના કામ માટે ગયાં હતાં. કામ પુર્ણ થયાં બાદ તેઓ તેમની એક્ટિવા પર તુલસીધામ ત્રણ રસ્તાથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ તરફ જઇ રહ્યાં હતાં. તે વેળાં એક બાઇક પર બે શખ્સોએ આવી તેમને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે તેમણે ગાડી ઉભી ન રાખી જીએનએફસી તરફ જવાના રોડ પર ટર્ન માર્યો હતો. અરસામાં દહેજ બાયપાસ રોડ પર એબીસીથી જીએનએફસી તરફ જવાના રોડ પર તેઓએ પુન: તેમની એક્ટિવા સામે બાઇક ઉભી રાખી તેમને રોકી તેઓએ તેમને જણાવ્યું હતું કે, તેઓ પોલીસવાળા છે. અને હાલમાં મર્ડરની તપાસમાં ચેકિંગ કરી રહ્યાં છે. તમે જે સોનાની વસ્તુઓ પહેરી છે તે કાઢી નાંખો કહેતાં તેમણે તેમની પેન્ડલવાળી ચેઇન, સોનાની વિંટી, ચાંદીની વિંટી સહિતના દાગીના કાઢતાં તેઓએ એક કાગળમાં તે લઇને તેનું પડીકું વાળ્યું હતું. જે બાદ તેમણે તેમને ગાડીની ડેકી ખોલવા કહેતાં તેમણે ડેકી ખોલતાં તે જણસોનું પડીકું તેમાં મુકી દેવા કહેતાં તેમણે તે ડેકીમાં મુકી દીધું હતું. અરસામાં અન્ય એક શખ્સ ત્યાંથી પસાર થતો હોઇ તેના પણ દાગીના તેઓએ ઉતારાવ્યાં હતાં. જોકે, આ ગાળામાં મનહર પરમાર તેમની એક્ટિવા લઇને ઘરે જવા નિકળી ગયાં હતાં. ઘરે જઇને તેઓએ જણસોનું પડીકું ખોલતાં તેમાં ડુપ્લિકેટ જણસો હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ગુજરાત રાજ્યમાં ઉદ્યોગકારોના હિત માટે થનારી નવી જાહેરાતોની રાહ જોતા ઉદ્યોગકારો.

ProudOfGujarat

ભરૂચ ના મહાદેવ નગર સોસાયટીમાં બોલેરો પીક અપ માં ચોર ખાના માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ડીકે પ્રવિણા ને પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા શુભેચ્છા પત્ર પાઠવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!