Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુદ્ધના ભણકારા વચ્ચે વહિવટી તંત્રની મોકડ્રિલ : એર સ્ટ્રાઈક, બ્લાસ્ટમાં ઘવાયેલા-મૃતકોને તુરંત હોસ્પિટલમાં ખસેડાયાં

Share

જિલ્લામાં ભરૂચમાં જીએનએફસી, અંક્લેશ્વરમાં ઓએનજીસી તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રિલનું આયોજન કરાયું
। ભરૂચ ।
પહેલગામમાં થયેલી આતંકી ઘટનાના માત્ર ૧૫ જ દિવસમાં પીઓકેમાં આવેલાં આતંકીઓના એપિસેન્ટરોને ભારતીય સેનાએ ઉડાવી દેતાં દેશભરમાં તેનો જશ્ન મનાવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં યુદ્ધની સ્થિતીને ધ્યાનમાં રાખી સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થયો છે. ત્યારે ભરુચ જિલ્લામાં ત્રણ સ્થળે ખાસ મોકડ્રિલનું આયોજન કરાયું હતું.
આ મોકડ્રિલ દરમિયાન આપાતકાલિન સ્થિતીમાં જિલ્લાના તમામ લોકોને કેવી રીતે સાવચેત કરી શકાય, જિલ્લાવાસીઓએ શું કરવું, સુરક્ષા વિભાગની ટીમો દ્વારા કોઈ દુશ્મન દેશ દ્વારા કોઈ હવાઈ હુમલો કરાયો હોય અને તેમાં લોકો ઈજાગ્રસ્ત થયાં હોય તો તેમને કેવી રીતે સુરક્ષિત રીતે સારવાર માટે ખસેડાય, બચેલાં લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તે સહિતની તમા પક્રિયાનું નાટકિય રુપાંતરણ સાથે અભ્યાસ કર્યો હતો. ભરૂચ કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત સહિત અલગ અલગ ૨૦થી વધુ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ મોકડ્રિલમાં જોડાયાં હતાં. ભરૂચ જિલ્લામાં ૩ સ્થળે જેમાં ભરૂચમાં જીએનએફસી, અંકલેશ્વરમાં ઓએનજીસી તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાંજે ચાર વાગ્યે એરસ્ટ્રાઈક થઈ હોવા અંગેનું સાયરા વાગતાં જ ફાયર વિભાગ, પોલીસતંત્ર તેમજ અન્ય વિભાગો તુરંત એક્શનમાં આવી ગયાં હતાં.
જે બાદ કોઈ એર સ્ટ્રાઈક થઈ હોય તેવું દ્રશ્ય ઉભું કરાયું હોય તમામ વિભાગની ટીમોએ એક-બીજા સાથે સંકલન કરી આપાતકાલિન સ્થિતી વેળાં જે પ્રકારના જરૂરી પગલાં ભરવાના થતાં હોય છે. તે પ્રકારે તમામ પ્રક્રિયા કરી હતી. ઈમર્જન્સીની મોકડ્રિલ યોજાયાં બાદ સાંજે સાડાસાત વાગ્યે બ્લેક આઉટ માટેનું સાયરન વગાડવામાં આવ્યું હતું. સાયરન વાગતા મોટાભાગના જિલ્લાવાસીઓએ પોતાના રહેણાંક, દુકાન, ઓફિસની લાઈટો અડધા કલાક માટે બંધ કરી દીધી હતી. જે બાદ ૮ વાગ્યે બ્લેક આઉટની મોકડ્રિલ પૂર્ણ થતાં પુન: સાયરન વાગતાં લોકોએ વીજ પુરવઠો શરૂ કર્યો હતો.
ત્રણેય સ્થળે સફળતા પુર્વક મોકડ્રિલ યોજાઈ

ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એર સ્ટ્રાઈક થઈ હોય કે બ્લાસ્ટ થયો હોય તો તેવી સ્થિતીમાં રેસ્કયૂ ઓપરેશન, થાયલ થયાં હોય કે મૃત્યુ પામ્યા હોય તેવા લોકોને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવા સહિતના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યાં હતા. જિલ્લામાં ભરૂચમાં જીએનએફસી, અંક્લેશ્વરમાં ઓએનજીસી તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્રણેય સ્થળે સફળતા પુર્વક મોકડ્રિલ યોજાઈ હતી.- ગૌરાંગ મકવાણા, કલેક્ટર, ભરૂચ.


Share

Related posts

કોસંબા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ ખાતે થોભાવાતા મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા.

ProudOfGujarat

રક્ષાબંધન માટે ઘરે જતાં દંપતિ-6 વર્ષના પુત્રની બાઇકને અન્ય બાઇકે ટક્કર મારતાં ગંભીર ઇજા

ProudOfGujarat

ભરૂચમાં વાહનોથી લઈ કમર ભાંગી નાખે એટલા મોટા ખાડા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાનું મૌન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!