Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIATechnologyUncategorized

અંક્લેશ્વરના શિક્ષક દંપતિને ડિઝીટલ એરેસ્ટ કરી 16 લાખની ઠગાઇ

Share

ભરૂચ
અંક્લેશ્વરના જૂના દિવા રોડ પર આવેલાં નિલમાધવ રેસિડન્સી ખાતે રહેતાં મોતીભાઇ ગોવિંદભાઇ રોહિત તેમજ તેમના પત્ની પ્રેમીબેન બન્ને સરકારી શિક્ષકની નોકરીમાંથી રિટાયર્ડ થઇને નિવૃત્ત જીવન ગુજારી રહ્યાં હતાં. દરમિયાનમાં ગત 2 મેના રોજ પ્રેમીબેન ઘરકામ કરી રહ્યાં હતાં. તે વેળાં તેમના મોબાઇલ પર વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. જે ઉપાડતાં એક પુરૂષ પોલીસ અધિકારીના ડ્રેસમાં હિન્દીમાં તેમની સાથે વાત કરી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે દિલ્હી સાયબર ક્રાઇમના અધિકારી છે અને તેમનું નામ વિનોય કુમાર છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રેમીબેનના આધારકાર્ડથી દિલ્હીમાં એક બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જેમાં 2 કરોડ રૂપિયાની હેર-ફેર થઇ છે. પ્રેમીબેનને હિન્દી ભાષામાં બહું સમજ નહીં પડતાં ચાલુ ફોનમાં તેમણે તેમેના પતિને ફોન આપતાં પોલીસ અધિકારીએ તેમની સાથેવાતચીત કરી હતી. જેમાં અધિકારીએ તેમને ધમકાવ્યાં હતાં કે, 2 કરોડથી હેરાફેરીના સાયબર ક્રાઇમ ગુનામાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં એક આરોપી ઝડપાયો છે અને નરેશ ગોયેલ નામનો શખ્સ ફરાર છે. પકડાયેલાં આરોપીએ તેમના આધારકાર્ડની વિગતો તેમજ બેન્ક એકાઉન્ટની વિગતો આપી છે અને 2 કરોડની હેરાફેરીમાં તેમને 20 ટકા રકમ આપી હોવાનું કબુલ્યું હોવાનું જણાવ્યું છે. જેથી તેઓ પણ કારસામાં સંડોવાયેલાં હોઇ તેમની પણ ધરપકડ થશે અને સજા પણ થશે તેમજ તેમની ધરપકડ માટે પોલીસના માણસો દિલ્હીથી નિકળી ગયાં છે. તેમના ઘરની આસપાસ કેટલાંક પોલીસકર્મીઓ સાદાકપડામાં ગોઠવી દીધાં છે અને તેઓ કોઇને જાણ કરશે તો તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે તેમ કહીં તેમને ગભરાવ્યાં હતાં. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું  કે, જો તેઓ આ વાતને ટોપ સિક્રેટ રાખશે તો તેઓ તેમના ઉપરી અધિકારીને રજૂઆત કરી તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહં કરવા દે, તમે પણ વિડિયો કોલ દરમિયાન તેમેન રજૂઆત કરજો તેમ કહીં અન્ય એક પોલીસ અધિકારી સાથે વાતચિત કરી હતી. આખી રાખ તેમણે વિડિયો કોલ ચાલુ રખાવી તેમની સાથે વાતચીત ચાલુરાખી હતી.
વાતચીત દરમિયાન તેમણે દંપતિના બેન્ક એકાઉન્ડની વિગતો મેળવતાં તેમના બે ખાતામાં કુલ 16 લાખ હોવાનું જણાવતાં તેઓએ તેમને તમારે તમારૂ બેન્ક એકાઉન્ટ ઝીરો બેલેન્સ કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સરકાર દ્વારા જે બેન્ક એકાઉન્ટ આપવામાં આવે તેમાં તે રૂપિયા ટ્રાન્સ્ફર કરશે તો તેમને ક્લિન ચીટ મળ્યાં બાદ તે રૂપિયા પરત આપવામાં આવશે. દંપતિ અત્યંત ગભરાઇ ગયું હોઇ તેમના પતિએ સવારે તુરંત પોલીસ અધિકારીના કહેવા મુજબ બંસીલાલ ટ્રેડર્સ નામના એકાઉન્ટમાં તે રૂપિયા ટ્રાન્સ્ફર કરી દીધાં હતાં. બાદમાં તેઓએ ચ્હા-નાસ્તો કરવાના બહાને જઇ તેમના પાડોશીને જાણ કરતાં તેમને ગેરકાયદે રીતે ડિઝિટલ એરેસ્ટ કરી તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે અંક્લેશ્વર પોલીસમાં અરજી કરતાં તે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશજનમાં આવતાં ટીમે તેમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીનાં પગાર ન ચૂકવાતા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

મતદાન બાદ વિવાદિત નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું એમની ટિકિટ કપાવાનું કારણ.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન ખાતે વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજ – વલણ હોસ્પિટલના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!