Proud of Gujarat
bharuchCrime & scandalEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorized

ભરૂચ શહેરમાં આકાશમાં ડ્રોન ઉડયાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ 

Share

ભરૂચ પોલીસે તપાસ શરૂ કરી, વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સાથે લોકોની પુછપરછ શરૂ કરી
૧૫મી મે સુધી ડ્રોન ઉડાવવા, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લદાયો
। ભરૂચ ।
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદીલીને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાય તે માટે લોકોને અફવાઓથી દૂર રહેવા વહિવટી તંત્ર દ્વારા જણાવાયું છે. અલબત્ત, ભરૂચમાં ગઈકાલે રાત્રીના સમયે ભરૂચ શહેરમાં આકાશમાં ડ્રોન ઉડયા હોવાના વિડીયો વાયરલ થતાં લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં. જોકે, પોલીસે જણાવ્યું હતું કે, આમા કોઈ તથ્યતા જણાઈ નથી.
હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની યુદ્ધ જેવી સ્થિતીને લઈને લોકો ગભરાય નહી અને સંયમતા જાળવી રાખે તે જરુરી બન્યું છે. ઉપરાંત કોઈ પણ પ્રકારના ખોટા મેસેજથી ભયનો માહોલ ન ઉભો થાય તે માટે વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે સુરક્ષાના કારણોસર તેમજ લોકોમાં કોઈ ભય ન ફેલાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. આર. ધાંધલે ખાસ જાહેરનામું બહાર પાડયું છે. જેમાં આગામી ૧૫મી મે સુધી જિલ્લામાં ડ્રોન ઉડાવવા પર તેમજ કટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. જેથી કે, ડ્રોન જોઈને કે કટાકડા ફોડવાથી દુશ્મન દેશનું કોઈ કૃત્ય હોવાનું સમજી લોકો ભયભિત ન થાય. દરમિયાનમાં ભરૂચમાં રાત્રીના સમયે ૧૨ જેટલાં ડ્રોન દેખાયા હોવાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ એસઓજીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી તથ્ય શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પીઆઈ એ. એ. ચૌધરીએ જણાવ્યું હતું કે, વિડીયોની ખરાઈ કરાવી રહ્યાં છીએ આવું કાંઈ બન્યું હોય તેવું જણાયું નથી. સુરત એટીસી સુરત સહિતના વિભાગમાં પણ તપાસ કરાવી છે. પરંતુ આવી કોઈ મુવમેન્ટ થઈ ન હોવાનું માલુમ પડયું છે.
ભરૂચ જિલ્લામાં ડ્રોન ઉડાવનાર સામે કાર્યવાહી થશે

ભરૂચ. 

લોકોએ હાલમાં અવાથી દૂર રહેવું જરૂરી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં ૧૫મી મે સુધી ડ્રોન ઉડાવવા તેમજ હટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે હાલની સ્થિતીને લઈને આ જાહેરનામાનું ચુસ્તપણે અમલવારી થાય તે માટે અમારી ટીમો સજ્જ છે. જાહેરનામા બાદ પણ કોઈ ડ્રોન ઉઠાવે કે ફટાકડાં ફોડે તો પણ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું.


Share

Related posts

કાળઝાળ ગરમીથી પોલીસને બચાવવા સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ

ProudOfGujarat

રાજપીપળાનાં જાની પાયગા ખાતે રહેતી મુસ્લિમ પ્રોફેસર યુવતીએ પોતાના પગારમાંથી  500 થી વધુ જીવન જરૂરિયાતની કિટો બનાવી હિન્દુ મુસ્લિમ સમાજનાં લોકોને આપી. 

ProudOfGujarat

બિટ્સ પિલાની મુંબઈમાં નવા યુગની ‘બિટ્સ લૉ સ્કૂલ’ શરૂ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!