Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં જાની પાયગા ખાતે રહેતી મુસ્લિમ પ્રોફેસર યુવતીએ પોતાના પગારમાંથી  500 થી વધુ જીવન જરૂરિયાતની કિટો બનાવી હિન્દુ મુસ્લિમ સમાજનાં લોકોને આપી. 

Share

હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં રોજે કમાઈને ખાનારા ઓની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે જેને લઈને મૂળ રાજપીપળા જાની પાયગામાં રહેનાર શબનમ મહેમુદ કડીવાલા વડોદરાના તરસાલીની આઈ.ટી.આઈ ખાતે પ્રોફેસર છે તેમને ગરીબોની વ્હારે આવીને પોતાના પગારનાં બચત કરેલ પૈસામાંથી 500 થી વધુ જીવન જરૂરીયાત વસ્તુઓની કિટો બનાવી હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોને વિતરણ કરી હતી. કોણ છે ન્યૂ રાજ ઓટો મોબાઈલ વાળાની સુપુત્રી શબનમ કડીવાળા તેમને નાની વયમાં તમામ પદો પર આગળ આવી છે. તેને પારૂલ યુનિવર્સિટી ખાતે એમ ટેક સુધીનો અભ્યાસ કરી વડોદરાની તરસાલી આઈ.ટી.આઈ ખાતે પ્રોફેસર તરીકે સેવા આપે છે. શબનમ કડીવાલાએ રાજપીપળાની મુસ્લિમ યુવતીઓને સાચા માર્ગ પર લઈ જઈને તેમને તમામ સુખ દુઃખમાં મદદ કરી છે. શબનમને મુસ્લિમ સમાજ માટે એક અપીલ કરી છે કે રમઝાન મહિનામાં નહીં પરંતુ ગરીબ લોકોની ગમે તે સમયે વ્હારે આવવું એ જ સાચી ઈબાદત છે તેમજ આપણને મદદરૂપ થતા આરોગ્ય કર્મીઓ પોલીસ કર્મીઓને સાથ સહકાર આપો તેમનો અપમાન ના કરશો એ આપણા છે તેમને પડખે રહો ઘરે રહો સુરક્ષિત રહો.

મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ફરી ડ્રગ્સની મિની ફેક્ટરીનો પર્દાફાશ : DRIનો દરોડો, ₹40 લાખનું MD ડ્રગ્સ જપ્ત, 3 શંકાસ્પદોની અટકાયત

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે આવેલ એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ બારનું 83.50 % પરિણામ આવ્યું.

ProudOfGujarat

વાલિયાના ડહેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!