ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં બે મહિલાઓ તેમજ એક શખ્સ જુગાર રમતાં ઝડપાયાં હતાં. પુછપરછમાં તેમના નામ ભગવાનસિંગ કરણસિંગ વસાવા (રહે, અયોધ્યાનગર ઝૂપડપટ્ટી) મંજૂ મહેશ વસાવા (રહે. સુથિયપુરા) તેમજ રસીદા ઉર્ફે રેખા ઇસ્માઇલ યુસુફ મુલતાની (રહે. કામરેજ) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની પાસેથી દાવ પર લાગેલાં તેમજ અંગજડતીના મળી કુલ 10 હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી. ટીમે ત્રણેય વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
