Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં જુગાર રમતી બે મહિલા સહિત 3 ઝબ્બે

Share

ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં બે મહિલાઓ તેમજ એક શખ્સ જુગાર રમતાં ઝડપાયાં હતાં. પુછપરછમાં તેમના નામ ભગવાનસિંગ કરણસિંગ વસાવા (રહે, અયોધ્યાનગર ઝૂપડપટ્ટી) મંજૂ મહેશ વસાવા (રહે. સુથિયપુરા) તેમજ રસીદા ઉર્ફે રેખા ઇસ્માઇલ યુસુફ મુલતાની (રહે. કામરેજ) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની પાસેથી દાવ પર લાગેલાં તેમજ અંગજડતીના મળી કુલ 10 હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી. ટીમે ત્રણેય વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સાર્વજનીક હાઇસ્કુલ કાવી દ્વારા પ્લાસ્ટીક પ્રદુષણથી થતા નુકસાન અંગે જાગૃતિ અભિયાન ચલાવી

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા ખાતે મિશન ઇન્દ્રધનુષ તથા સાર્વત્રિક રસીકરણ સંદર્ભે ટાસ્ક ફોર ઇમ્યુનાઈઝેશન કમિટીની મીટીંગ યોજાઇ

ProudOfGujarat

કોસંબા નજીક આવેલી પી પી સવાણી યુનિવર્સિટીમાં બે ગેંગ વચ્ચે મારામારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!