કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સવારનો સમય છે અને ઘરમાં મહિલાઓ વહેલા ઊઠીને ઘરકામમાં વ્યસ્ત બની જાય છે. ઘરના વડીલ દાદીમા પૂજા પાઠ કરીને ભગવાન સૂર્ય નારાયણને જળનો અભિષેક કરી રહ્યા છે. ઘરમાં પવિત્ર વાતાવરણનું નિર્માણ થયું છે. ભલે આ પરિવાર શહેરના પોશ વિસ્તારમાં નિવાસ કરી રહ્યો છે પરંતુ તેમણે પોતાના ગામડાના સંસ્કારો જાળવી રાખ્યા છે અને સવારના સમયમાં ભગવાનને યાદ કરવાની, પૂજા પાઠ કરવાની પરંપરા જાળવી રાખી છે. આવા ધાર્મિક પરિવારમાં એક બાળકનો જન્મ થાય છે અને તેનું નામ રાખવામાં આવે છે નીલ. શ્રીમંત પરિવારમાં જન્મ લેવાના કારણે નીલનું બાળપણ ખુબ જ મજા થી પસાર થાય છે. નીલ જે માગે તે વસ્તુ તેની સામે હાજર કરી દેવામાં આવે છે. નીલ થોડો મસ્તીખોર હોવાથી પરિવારમાં સૌનો લાડલો બની જાય છે. ખાસ કરીને નીલને તેના માતા ખૂબ લાડ લડાવી રહ્યા છે. તો બીજી બાજુ ગ્રામીણ વિસ્તારના એક સામાન્ય પરિવારમાં દિકરીનો જન્મ થાય છે અને તેનું નામ રાખવામાં આવે છે જાનવી. પરિવાર ભલે ગરીબ છે પરંતુ જાનવી ને લાડકોડથી મોટી કરવામાં આવી રહી છે. ઘરમાં એક જ દીકરી હોવાથી જાનવી પણ સૌને લાડલી બની જાય છે પરંતુ નાનપણમાં જ જાનવી માથે એક અણધારી આફત આવી પડે છે. જાનવી જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહી છે ત્યારે માર્ગ અકસ્માતમાં પિતાનું અવસાન થવાને કારણે પિતાની છત્રછાયા ગુમાવી દે છે. પરંતુ જાનવીની માતા મજૂરી કરીને પણ જાનવી ને ભણાવી રહી છે અને પિતાની ગેરહાજરીનો જાનવીને અહેસાસ થવા દેતી નથી. તો આ બાજુ નીલ શાળામાં અભ્યાસ કરી રહ્યો છે અને ભણવામાં હોશિયાર હોવાથી શાળાના શિક્ષકોની નીલ તરફ લાગણી વધી રહી છે. નીલ હંમેશા ગુરુજનોની આજ્ઞાનું અક્ષરસહ પાલન કરી રહ્યો છે અને શાળામાં શિસ્તનો ચુસ્તપણે અમલ કરી રહ્યો છે. નીલ માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ પોતાના ઘરથી નજીક આવેલી શાળામાં મેળવે છે અને 12 સાયન્સની પરીક્ષા પાસ કરી શહેરની જાણીતી સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવે છે. તો આ બાજુ જાનવી પણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરી સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવે છે.

સાયન્સ કોલેજમાં જાનવી અને નીલ એક જ ક્લાસમાં હોવાના કારણે અને વારંવાર અભ્યાસના કામથી મળવાના કારણે મિત્ર બને છે. કોલેજના શરૂઆતના દિવસોથી જ બન્ને એકબીજાને અભ્યાસમાં મદદરૂપ થઈ રહ્યા છે. નીલ શ્રીમંત પરિવારમાંથી આવતો હોવા છતાં પણ પૈસાનો ખોટો દેખાડો કરતો નથી અને એક સામાન્ય વિદ્યાર્થીની જેમ જ કોલેજમાં શિક્ષણ મેળવી રહ્યો છે. જ્યારે જાનવી કોલેજમાં અભ્યાસની સાથે બાકીના સમયમાં નોકરી કરી રહી છે જેથી કરીને ઘરેથી અભ્યાસ માટે પૈસા મંગાવવા ના પડે. સાયન્સ કોલેજમાં અભ્યાસ દરમ્યાન નીલ અને જાનવી રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા વિદ્યાર્થી સંગઠનમાં જોડાય છે અને યુનિવર્સિટીની ચૂંટણીમાં ખુબ જ રસપૂર્વક રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા વિદ્યાર્થી સંગઠનના કેન્ડિડેટ ને જીતાડવા માટે મહેનત કરે છે. નીલ અને જાનવી પોતાની કોલેજ ઉપરાંત આસપાસની કોલેજના વિદ્યાર્થી મતદાતાઓને મળીને મહત્તમ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પોતાના મતની સાચી કિંમત સમજાવી રહ્યા છે. નીલ અને જાનવીની મહેનત રંગ લાવે છે અને વિદ્યાર્થીઓ મહત્તમ મતદાન કરે છે. રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનના નામ ઉમેદવારોનો ભવ્ય વિજય થાય છે. અહીંથી નીલ અને જાનવીના જીવનમાં પરિવર્તન આવવાની શરૂઆત થાય છે. યુનિવર્સિટીની ચૂંટણીમાં નીલ અને જાનવી એકબીજાની વધુ નજીક આવે છે અને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. મિત્ર માંથી નીલ અને જાનવી પ્રેમી બની જાય છે અને કોલેજમાં અભ્યાસની સાથે નવરાશના સમયમાં બંને ખુબ જ મસ્તી કરી રહ્યા છે. કોલેજ જીવનમાં નીલ અને જાનવી સમય કાઢીને હોટલમાં જમવા જાય છે, ફિલ્મ જોવા જાય છે, બગીચામાં કલાકો સુધી સાથે બેસીને વાતચીત કરી રહ્યા છે અને એકબીજાને જરૂર પડે ત્યારે મદદરૂપ બની રહ્યા છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ થતા બંને લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરે છે અને પોતાના ઘરે વડીલોને પ્રેમ વિશે વાત કરે છે ત્યારે બંને એક જ સમાજના હોવાથી નીલ તથા જાનવીના પરિવારજનો લગ્ન માટે હા પાડે છે. બંને પરિવારોની સહમતિથી નીલ અને જાનવીના લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે અને બંનેની ઈચ્છા મુજબ લગ્ન સમારંભમાં રાષ્ટ્રહિતમાં મહત્તમ મતદાન માટે મહેમાનોને સંકલ્પ લેવડાવવામાં આવે છે. જ્યારે કેટલાક મહેમાનો પ્રશ્ન કરે છે કે આપણા એક મતથી શું થવાનું છે? ત્યારે નીલ અને જાનવી તેમને સમજાવતાં જણાવે છે કે, “આપણો એક મત બંધારણનું રક્ષણ કરશે. આપણો એક મત લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા કરશે. આપણો એક મત ભારતની એકતા અખંડિતતાની રક્ષા કરશે. આપણો એક મત આતંકવાદને જડમૂળથી નાશ કરશે. આપણો એક મત ભ્રષ્ટાચારનો સફાયો કરશે. આપણો એક મત દેશનું ભવિષ્ય નક્કી કરશે અને હા નોટાનું બટન દબાવીને આપણે લોકતંત્રની કોઈ સેવા નથી કરવાના એટલે નોટા નહીં પરંતુ યોગ્ય ઉમેદવાર ને જ મત આપવો જોઈએ. આપણો મત આપણી સેનાના સન્માન માટે. આપણો મત માઁ ભારતીયની રક્ષા માટે. આપણો મત દેશના ઝડપી વિકાસ અને પ્રગતિ માટે. આપણો મત સમતા અને સમરસતા માટે. આપણો મત રાષ્ટ્રવાદને દ્રઢ બનાવવા માટે. આપણો મત સ્થિર અને નિર્ણાયક સરકાર માટે. આપણો મત રાષ્ટ્રીય અસ્મિતાના સન્માન માટે. આપણો મત ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા માટે. એટલે જ કહીએ છીએ કે રાષ્ટ્ર હિતમાં આપણે અવશ્ય મતદાન કરવું જ જોઈએ.” નીલ અને જાનવીના સમજાવાથી અનેક લોકો પોતાના મતાધીકારની શક્તિથી માહીતગાર થાય છે અને દરેક ચુંટણીમાં સો ટકા મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થાય છે. લગ્ન પછી નીલ રાજકીય પક્ષમાં જોડાઇને પોતાની કારકિર્દીની શરૂઆત કરવાનું વિચારી રહ્યો છે અને પોતાના મનની વાત પત્નિ જાનવીને કરે છે. જાનવી નીલના વિચાર સાથે સહમત થાય છે અને નિલને કહે છે કે તમારી રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છાથી મને કોઇ જ વાંધો નથી પરંતુ મારૂ એવુ સ્પષ્ટ માનવું છે કે પહેલા આપણે પોતાના પગ પર આર્થિકરીતે સક્ષમ બનવું પડશે. જાનવીના ઇશારાને નીલ સમજી જાય છે અને રાજકીય પક્ષમાં જોડાવાના બદલે પોતાનો વ્યવસાય શરૂ કરે છે. નીલની સાથે જાનવી પણ વ્યવસાયમાં જોડાય છે અને અનેક જરૂરીયાતમંદ લોકોને રોજગારી પુરી પાડે છે. થોડા મહીનાઓમાં જ નીલ અને જાનવી આર્થીક રીતે પગભર થઇ જાય છે અને પૈસાનો સદઉપયોગ કરી રહ્યા છે. લોકસભાની ચુંટણી આવે છે ત્યારે નીલ અને જાનવી પોતાના ગ્રાહકો ઉપરાંત તમામ સંપર્કિત લોકોને કોઇ પણ પરીસ્થિતીમાં રાષ્ટ્ર હિતમાં સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. નીલ અને જાનવી સામાજીક પ્રસંગમાં જવા માટે પોતાની ગાડી લઇને ઘરેથી નિકળે છે ત્યારે રસ્તામાં અકસ્માત થવાના કારણે ગાડી ધડાકાભેર ખાડામાં પડી જાય છે. માર્ગ અકસ્માતમાં નીલ અને જાનવી ગંભીર રીતે ઘાયલ થાય છે અને એમ્બ્યુલન્સમાં દવાખાનમાં લઇ જવામાં આવે છે. બન્નેની તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવે છે અને સારવાર કરી રહેલ ડોક્ટર બન્નેની જીંદગી ખતરાથી બહાર હોવાનું જણાવતા પરીવારના સભ્યોના મોઢા પર સ્મિત જોવા મળે છે. પરંતુ ડોક્ટર નીલ અને જાનવીને ઘરની બહાર નિકળવાની થોડા દિવસ માટે સ્પષ્ટ ના પાડે છે અને આરામ કરવાનું કહે છે. તેમ છતાં પણ લોકસભાની ચુંટણીના મતદાનના દિવસે ઘાયલ નીલ અને જાનવી બન્ને મતદાન કરે છે. મતદાન મથકથી બહાર નિકળીને અન્ય લોકોને મતદાન માટે પ્રોત્સાહીત કરતા પ્રેમી યુગલે એક અવાજમાં કહ્યુ વટથી કર્યુ છે પ્રથમ મતદાન, બનશે રાષ્ટ્રવાદી સરકાર.

LEAVE A REPLY