દિનેશભાઇ અડવાણી

સુવાવડના ખાટલેથી (પથારીમાંથી) નવજાત શિશુને ખોળામાં રાખી કાલિન્દી દિનેશભાઈ સેવક મતદાન મથક બુથ નંબર-૨૧૭ ક્રમાંક નંબર-૪૪૬ સરસ્વતી વિદ્યા મંદિર અંકલેશ્વર ખાતે મતદાન કરવા પહોંચી ગયા હતા.

નવજાત શિશુની અને પોતાની અંગત તંદુરસ્તીની વધુ પડતી ચિંતા ના કરતા દેશની નાજુક પરિસ્થિતિનો ખ્યાલ રાખી તંદુરસ્ત રાષ્ટ્ર અને મજબૂત સરકાર નક્કી કરવા પોતાના અધિકાર અને પવિત્ર મતદાનનો ઉપયોગ કર્યો હતો તથા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY