Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

દારૂની હેરાફેરી માટે રેલવે ખેપિયાઓની પહેલી પસંદ બની

Share

રેલવે પોલીસે દારૂના 5 પાઉચ સાથે મહિલાને પકડી, રેલવેની બહાર સ્થાનિક પોલીસે 18  બોટલ સાથે શખ્સને ઝડપ્યો

ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિદેશીદારૂના વેચાણ અને હેરાફેરી પર અંકૂશ લાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, બુટલેગરો યેનકેન પ્રકારે દારૂની હેરાફેરી કરવાના નવા નવા કિમીયા અજમાવતાં રહે છે. હાલમાં ટ્રેન – રેલવે ભરૂચના બૂટલેગરોની દારૂની હેરાફેરી, ખેપ માટેની પહેલી પસંદ બની હોવાનું લાગી રહ્યું છે.
ભરૂચ રેલવે પોલીસે ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતી એક મહિલાને ઝડપી પાડી હતી. અંક્લેશ્વર રેલવે સ્ટેશને પ્લે. નં. 1 પર કોન્સ્ટેબલ વિજયે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી એક મહિલો જોતાં તેના પર તેમને શંકા ગઇ હતી. ટીમે તેની પાસેની થેલી તપાસતાં તેમાં વિદેશીદારૂના કુલ 285 રૂપિયાના 5 પાઉચ પકડ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેનું નામ હિના અબ્દુલ ખાન (રહે. અંક્લેશ્વર) હદ
બીજા બનાવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતો જીતુ ડાહ્યા ખત્રી રેલવે સ્ટેશનમાંથી બરાનપુરા વેરાઇમાતા મંદિર તરફના તેના માણસો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવનાર છે. જેના પગલે ટીમે વેરાઇ માતાના મંદિરની પાછળની ગલીમાં પહોંચતાં એક શખ્સ પ્લાસ્ટિકની કાળી થેલી લઇને ઉભો હતો. પોલીસને જોઇને તે ભાગતાં પોલીસે ઝડપી પાડતાં તેનું નામ મિનેશ ઉર્ફે સોનુ સુરેશ પટેલ હોવાનું જણાવ્યું હતુ઼ં, ટીમે તેની પાસેથી વિદેશીદારૂની વિવીધ બ્રાન્ડની કુલ 18 મળી  કુલ 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેણે કબુલ્યું હતું કે, રેલવે સ્ટેશનમાંથી આ દારૂ તેને જીતુ ડાહ્યા ખત્રીએ વેચવા માટે આપ્યો હતો.
Advertisement

Share

Related posts

ભરૂચ – ઝાડેશ્વર ચોકડી નજીક બે બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ.પોલીસ ઘટના સ્થળે પહોંચી.આરોપી રીક્ષા મૂકી ફરાર…

ProudOfGujarat

રાજપીપળા કરજણ નદીનો ઐતિહાસિક ઓવારો ભૂતકાળ બને તે પહેલાં તંત્ર આળસ ખંખેરશે ખરું..?

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નબીપુર તાલુકાના કરગટ ગામમાં થયેલ 4 લાખની લૂંટનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!