Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ખાનગી બેન્કની ટી-શર્ટ મોકલનાર કંપની સામે ફરિયાદ

Share

શુભમ કે. માર્ટમાં આઇસીઆઇસીઆઇ બેન્કની ટી-શર્ટ વેચાવા આવી
ભરૂચ.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલી શિવદર્શન સોસાયટીમાં રહેતાં પ્રિતેશ હરિકૃષ્ણ પંડ્યા ભરૂચની સેવાશ્રમ રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કમાં રિઝનલ સર્વિસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 24મી એપ્રિલના રોજ તેઓ સાંજના સમયે ભરૂચ સીટી સેન્ટર ખાતે શુભમ કે. માર્ટમાં ખરીદી કરવા માટે ગયાં હતાં. દરમિયાનમાં અલગ અલગ સાઇઝના મિક્ષ ગાર્મેન્ટમાં તેમની કંપનીના ઓફિસીયલ લોકો વાળી શર્ટ ત્યાં મળી આવી હતી. તેમની બેન્ક દ્વારા કાપડને લગતી કોઇ પ્રોડક્ટ બનાવતી ન હોવાથી તેમજ તેમની બેન્કના કર્મચારીઓને કંપની દ્વારા જ કંપનીના લોકો વાળા શર્ટ આપતાં હોવાથી તેમણે ત્યાંથી 3 શર્ટ ખરીદી તેમની ઉપરી ઓફિસમાં તે શર્ટ મોકલી તપાસ કરવા જણાવ્ય઼ું હતું. તપાસમાં તેમની કંપની દ્વારા આવા લોગો વાળા કોઇ શર્ટ બહાર પાડ્યા ન હોવાનું જણાવતાં તેમણે પોલીસમાં અરજી આપી હતી. પોલીસે તપાસ કરતાં માલુમ પડ્યું હતુંકે, હરિયાણાની શૈલી શોપિંગ નામની કંપનીએ તે મટિયરીયલ શુભમ કે. માર્ટમા મોકલ્યું હતું. જેથી તેઓએ હરિયાણાની કંપની વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ જિલ્લા માટે ગર્વની ક્ષણ : ભરૂચનો વેદાંત વૃંદાવનમાં ચમક્યો

ProudOfGujarat

શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા ઉજવાશે ચૈતન્ય મહોત્સવ – 2020.

ProudOfGujarat

ભરૂચ મેડિકલ કોલેજ ખાતે વડાપ્રધાનનો લાઈવ કાર્યક્રમ અને ‘દીકરીઓ માટે પ્રતિકાત્મક કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!