Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

2 લાખની લાંચ લેનારા વડોદરાના ખાણ ખનીજ વિભાગના 2 ઝડપાયાં, બે વોન્ટેડ

Share

રેતી સ્ટોક કરવાની પરવાનગી આપવાના બદલામાં લાંચ માગી હતી
ભરૂચ
વડોદરા ખાતે આવલી ખાણ ખનિજ વિભાગની કચેરીમાં એક શખ્સે રેતીનો સ્ટોક કરવા માટેની મંજૂરી મેળવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને તેઓ વડોદરાના ખાણ ખનીજ વિભાગની કોઠી કચેરી ખાતે તેઓ સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યાં હતાં. યુવરાજસિંહે ેમેન તેમની અરજી મંજૂર કરવાના કામના બદલામાં કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર કરવા પેટે 2 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, તેઓ તે રૂપિયા આપવા માગતાં ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. ટીમે આરોપીઓને રંગેહાથ ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું. દરમિયાનમાં યુવરાજે તેમનેે લાંચના રૂપિયાની લેવડદેવડ માટ ેવડોદરાની બીએપીએસ હોસ્પિટલ પાસે આવેલી પ્રેમાવતી રેસ્ટોરન્ટમાં બોલાવ્યાં હતાં. એસીબીની ટીમ સાથે અરજદારે સ્થળ પર પહોંચ્યાં બાદ2 લાખ રૂપિ્યા આપતાં તે રૂપિયા યુવરાજે સ્વિકારી લીધાં હતાં. જે બાદ તેણે તેમની કચેરીના ઇન્ચાર્જ ભુસ્તર શાસ્ત્રી રવિ કમલેશ મિસ્ત્રી, આઇટી એક્ઝિક્યુટીવ કિરણ કાંતી પરમાર તેમજ રોયલ્ટી ઇન્સપેક્ટર સંકેત પટેલને ફોન કરી રૂપિયા મળી ગયાંની જાણ કરી હતી. ટીમે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી તે પૈકીના બેને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે બેને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

ગોધરા : આરોગ્યલક્ષી નવીન સબ સેન્ટર લોકાર્પણ સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

પંચમહાલ પંથકમાં એ.સી.ની અનુભૂતિ કરાવતા દેશી માટીવાળા નળિયાના મકાનો

ProudOfGujarat

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક શંકસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!