Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરની શ્રી રામ કંપનીમાંથી ફાર્મા ઇન્ટરમિડીયટ ચોરના કર્મચારી સહિત 3 ઝબ્બે : એક ફરાર

Share

ભરૂચ
અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલી શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાંથી 7 ફેબ્રુઆરી 2025થી 7 મે 2025 સુધીમાં કોઇ ગઠિયાઓએ 1.76 લાખની મત્તાનું કુલ 80 કિલો જેટલું 66 એચક્યુ નામનું ફાર્મા ઇન્ટરમિડિયેટ પાવડરનીચોરી થઇ હતી. જે અંગે અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાનમાં ભરૂચ એલસીબીની અંક્લેશ્વરની ટીમ અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિ઼ંગમાં હતાં. તે વેળાં તેમને બાતમી મળી હતી કે, રાજપીપળા ચોકડીપાસે ગાજર કલરનું ગોળ ગળાવાળી અને લાંબી બાયની ટીશર્ટ તેમજ બ્લ્યૂ કલરની નાઇટ ટ્રેક પહેરલો શખ્સ શંકાસ્પદ પાવડરનું સેમ્પલ લઇને ફરી રહ્યો છે. અને તે કોઇને તે વેચવાની ફિરાકમાં છે. જેથી ટીમે તેને ઝડપી પાડતાં તેનું નામ અર્જૂન રામયશ યાદવ હોવાનું માલુમ પડ્યું હતું કબુલ્યું હતું કે, બાદલ શરગુણ યાદવ નામનો મિત્ર તેને આ સેમ્પલ આપ્યું હતુ઼ અને ગ્રાહક શોધવા કહ્યું હતું. ટીમે બાદલની ધરપક કરતાં તેણે રણજીન રામપતિ કુંવરનું નામ લીધું હતું. જેથી ટીમે રણજીતને પણ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, તે અને પ્રભાત મંડલ છેલ્લાં પાંચેક વર્ષથી શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં હતાં. તેઓએ રૂપિયા કમાવવાની લાલચમાં આવી કંપનીમાંથી થોડો થોડો કરીને પાવડર ચોરી કરી લઇ આવી તેમની રૂમમાં સંતાડ્યો હતો. જ વેચવા માો તેમણે સેમ્પલ આપ્યાનુ઼ં કબુલ્યું હતું. ટીમે ત્રણેયની ધરપકડ કરી પ્રભાત મંડલને ફરાર જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લાનાં ૧૭ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીની સનાતન હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરતા વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ૧૧ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!