અસુરિયા પાટિયા પાસે અકસ્માત સર્જાયો
બન્ને કોસંબાથી નારેશ્વર જઇ રહ્યાં હતાં
ભરૂચ.
સુરતના ઉધના ખાતે રહેતાં પ્રશાંત બેલદારના પિતા ઉમેશ જગન્નાથ બેલદાર તેમના સુપરવાઇઝર મિત્રની બાઇક લઇને કોસંબા નાયરા કંપનીની સાઇટ પર કામ અર્થે જવા ઘરેથી સવારે 9 વાગ્યે નિકળી ગયાં હતાં. બપોરના અઢી વાગ્યાના અરસામાં તેમને તેમના પિતા સાથેના અમરત ઉમેરજી ઠાકોરે ફોન કરી જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પિતા બાઇક પર કામ અર્થે નારેેશ્વર જવા માાટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ ભરૂચ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં અસુરિયા પાટિયા પાસે આવેલી શીતલ હોટલ પાસે એક કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારી લાવી તેમને ટક્કર મારતાં બન્નેને ઇજાઓ થઇ હતી. આસપાસના લોકોએ દોડી આવી તેમેન સારવાર માટે ભરૂચ સિવિલ્ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમના પિતા ઉમેશ બેલદારનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલાં આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે.
