Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સયાજીનગરી એક્સપ્રેસમાં 55 હજારના વિદેશીદારૂ સાથે અંજારના બે બુટલેગર ઝડપાયાં

Share

ભરૂચ.
ભરૂચ આરપીએફની ટીમ દ્વારા સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર બી-1માં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સીટ નંબર 1 અને 4 પર બેસેલાં બે પેસેન્જરો પાસેના સામાનમાં વિદેશીદારૂ હોવાની શંકાએ તપાસ કરતાં અલગ અલગ બેગમાં વિવિધ બ્રાન્ડની કુલ 83 નંગ બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતાં કુલ 55,580 રૂપિયાનો વિદેશી દારૂની તેઓ હેરાફેરી કરી રહ્યાં હોવાનું માલુમ પડ્યું હતુું. પોલીસે તેમી પુછપરછ કરતાં તેઓએ પોતાના નામ ઉમેશ બાબુ આહિર તેમજ જયેશ દેવજી માલસતર (બન્ને રહે. ચાંદરોડા, અંજાર, કચ્છ)  હોવાનું જણાવ્યું હતું. તેમણે કબુલ્યું હતું કે, તેઓએ  રહેણાંક વિસ્તારમાાં જઇ છુટક વેચાણ કરવા માટે મુંબઇથી દારૂ ખરીદી લાવ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી દારૂનો જથ્થો તેમજ બે મોબાઇલ મળી કુલ 65 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું

ProudOfGujarat

નડિયાદ : કપડવંજના દાસલવાડા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એસટી બસ ઘૂસી જતાં ૨૦ ને ઇજા

ProudOfGujarat

૯ આઇએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયાઃ ૯ ઓફિસરોની નિવૃતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!