Proud of Gujarat
Uncategorized

રોડ પર ઊડતી ડમરીઓથી પ્રજ ત્રસ્ત :

Share

ભરૂચમાં વરસાદના પગલે રોડનું ધોવાણ થઈ જતાં રોડ ઉપર ઠેર-ઠેર ખાડા અને તેના સમારકામ માટે નંખાયેલ ગ્રેવલ સમગ્ર ભરૂચ શહેરમાં લોકોની સમસ્યા બન્યા છે. આ નાના ગ્રેવલને કારણે કેટલાય લોકો બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થઈ અને અકસ્માતનો ભોગ બને છે. વળી આ ગ્રેવલ કોઈ ગાડીના વ્હીલમાં ફસાઈને ઉછળે છે તો અન્ય રાહદારીને ઇજા પોહચાડે છે તેવા જ એક કિસ્સામાં આજ રોજ ઝાડેશ્વર નજીક રોડ ઉપર ભરૂચ તરફ આવતા એક સિવિલના કર્મચારીને ગ્રેવલ આંખમાં વાગતાં આંખમાં ગંભીર ઇજા થયેલ છે. આમ રોડ-રસ્તાથી ભરૂચની પ્રજા ત્રાહિમામ પોકારીની વિકાસના નામે છેતરાયા હોવાનું અનુભવી રહી છે અને સરકાર સામે ન લખાય તેવા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરી રહી છે. સમગ્ર ભરૂચમાં ”જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં ખાડા નજર પડે” તેવી પરિસ્થિતી હોવા છતાં ધૃતરાષ્ટ્ર તંત્રને દેખાતા ન હોવાથી પ્રજા કંટાળી ગઈ છે અને સોશિયલ મીડિયાથી લઈ વાતચીત સુધી ભરૂચના ખાડાના પ્રશ્ને ચર્ચા જન્માવી છે. સાથોસાથ વરસાદ બંધ થ્ય બાદ રસ્તાની યોગ્ય સાફ સફાય ન થતાં ઊડતી ધૂળની ડમરીથી પણ ભરૂચના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓની શોભાયાત્રા દરમ્યાન ઝટપટ પાવડરનાં ઉપયોગ પર પ્રતિબંધ

ProudOfGujarat

કપડા સિવડાવવા જવાનું કહીંને ઘરેથી નિકળેલી કિશોરી ગુમ થતાં ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!