Proud of Gujarat
Uncategorized

રોડ પર ઊડતી ડમરીઓથી પ્રજ ત્રસ્ત :

Share

ભરૂચમાં વરસાદના પગલે રોડનું ધોવાણ થઈ જતાં રોડ ઉપર ઠેર-ઠેર ખાડા અને તેના સમારકામ માટે નંખાયેલ ગ્રેવલ સમગ્ર ભરૂચ શહેરમાં લોકોની સમસ્યા બન્યા છે. આ નાના ગ્રેવલને કારણે કેટલાય લોકો બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થઈ અને અકસ્માતનો ભોગ બને છે. વળી આ ગ્રેવલ કોઈ ગાડીના વ્હીલમાં ફસાઈને ઉછળે છે તો અન્ય રાહદારીને ઇજા પોહચાડે છે તેવા જ એક કિસ્સામાં આજ રોજ ઝાડેશ્વર નજીક રોડ ઉપર ભરૂચ તરફ આવતા એક સિવિલના કર્મચારીને ગ્રેવલ આંખમાં વાગતાં આંખમાં ગંભીર ઇજા થયેલ છે. આમ રોડ-રસ્તાથી ભરૂચની પ્રજા ત્રાહિમામ પોકારીની વિકાસના નામે છેતરાયા હોવાનું અનુભવી રહી છે અને સરકાર સામે ન લખાય તેવા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરી રહી છે. સમગ્ર ભરૂચમાં ”જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં ખાડા નજર પડે” તેવી પરિસ્થિતી હોવા છતાં ધૃતરાષ્ટ્ર તંત્રને દેખાતા ન હોવાથી પ્રજા કંટાળી ગઈ છે અને સોશિયલ મીડિયાથી લઈ વાતચીત સુધી ભરૂચના ખાડાના પ્રશ્ને ચર્ચા જન્માવી છે. સાથોસાથ વરસાદ બંધ થ્ય બાદ રસ્તાની યોગ્ય સાફ સફાય ન થતાં ઊડતી ધૂળની ડમરીથી પણ ભરૂચના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચની આમ્રપાલી સોસાયટીમાં આગનો આતંક: દીવાની જ્યોત પરદા પર અડકતાં મકાનમાં ભડકો, ફાયર ટીમે ટાળી મોટી હોનારત : માતાજીના દીવાની જ્યોતથી ઘરમાં ફેલાઈ આગ, રહેણાંક વિસ્તારમાં મચી દોડધામ

ProudOfGujarat

મેડિકલ ક્ષેત્રે M.D, M.B.B.B.S. પદવી મેળવી ઇખર ગામનું નામ રોશન કરતી અઝીઝા બાનુ..

ProudOfGujarat

આમોદના મલ્લા તળાવમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ : મગર જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા; તળાવ વિસ્તાર બન્યો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!