Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં મહિલાનો અછોડો તોડવાના કેસમાં આરોપીની માતા-પત્નીની ધરપકડ

Share

બન્ને આરોપી સલમાને આપેલી ચોરીની ચેઇન વેચવાની ફિરકમાં હતી
સલમાન બહારથી મિત્રોને બોલાવી ચોરીઓને અંજામ આપતો હતો.
ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર હરીહર કોમ્પલેક્ષ પાસે મહિલાનો અછોડો તોડનારા શખ્સની પત્ની-માતા ચોરીની ચેઇન વેચવાની ફિરાકમાં ફરતી હોય પોલીસે બન્નેને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે અછોડા તોડનાર શખ્સ સહિત 3ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના હરિહર કોમ્પલેક્ષ પાસેથી પસાર થતી એક મહિલના ગળામાંની 1.27 લાખની ચેઇન આંચકીને બે જણા મોપેડ પર ફરાર થઇ ગયાં હતાં. ઘટનાને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં માલુમ પડ્યું હતું કે, ચેઇન સ્નેચિંગવાળી ચેઇન ફાટા તળાવના સલમાનની માતા ફાતેમા તેમજ તેની પત્ની તનવીરા વેચવાની ફિરાકમાં છે. જેના પગલે ટીમે તુરંત તેના ફળિયામાંથી સાસુ-વહુ બન્નેને ઝડપી પાડ્યાં હતાં. તેમણે કબુલાત કરી હતી કે, સલમાન ક્યારેક ક્યારેક બહારથી તેના મિત્રોને બોલાવી ચોરી કરવા જાય છે. ચોરી કર્યાં બાદ તે જણસો ઘરે આવી તેમને વેચવા આપે છે. અને તે તાત્કાલિક ભરૂચ છોડી જતો રહે છે. સલમાને અમદાવાદના જુહાપુરા મોહસીન રફીક અંસારી તેમજ ફૈઝાન ઉર્ફે પંડીત નામના બે મિત્રોને બોલાવ્યાં હતાં. ત્રણેેયે મળી સાંજે ચીલઝડપ કરી તેમને ચોરીની ચેઇન આપી ગયાં હતાં અને તેમને તે વેંચી નાંખા કહીં જતાં રહ્યાં હતાં. પોલીસે મામલામાં સલમાનની માતાં ફાતેમા ગુલામ રસુલ શેખ તેમજ પત્ની તનવીરા સલમાન શેખને ઝડપી પાડી સલમાાન ગુલામ રસુલ શેખ તથા મોહસિન રફિક અંસારી તથા ફૈઝાન ઉર્ફે પંડીતને વોન્ટડ જાહેર કર્યાં હતાં.

Share

Related posts

રાજપીપળા : લીમડી ગામ પાસે ત્રણ ઈ-રિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત.

ProudOfGujarat

સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

લોક ડાઉન દરમિયાન ગોધરાનાં મહાકાળી મંદિર ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ રોજના 700 લેખે 12,000 થી વધુ ફુડ પેકેટનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!