Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઇવે પર સેગવા ચોકડી પાસે કારમાં આગ લાગતાં દોડધામ

Share

ભરૂચ.

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર પાલેજ અને વરેડિયા વચ્ચે એક કારમાં અચાનક આગ ફાટી નિકળી હતી. જોકે, કારમાં સવાર લોકો તુરંત બહાર નિકળી આવતાં સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હતી.

Advertisement

ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થતી એક કાર પાલેજ-વરેડિયા વચ્ચે સેગવા ચોકડી પાસે પહોંચતાં અચાનક કારમાં ધૂમાડા નિકળવા લાગ્યાં હતાં. જેના પગલે કારમાં બેસેલાં લોકો તુરંત બહાર નીકળી આવતાં તેમનો આબાદ બચાવ થયો હતો. રોડની વચ્ચોવચ્ચ કાર ભડકે બળી રહી હોવાને કારણે ત્યાથી પસાર થઇ રહેલાં લોકોમાં ફફડાંટ ફેલાયો હતો. અને વાહન વ્યવહારને પણ અસર પડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડથી ટીમ સ્થળ પર દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઇ હતી.


Share

Related posts

ગોધરાનો વેપારી ઓરવાડા ગામ પાસે લૂટાયો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

ચદનનું લાકડું ચોરતી ગૅંગ ઝડપવામાં એલ સી બી પોલીસને સફળતા સાંપડી ભરૂચ પથકના વીરપ્પન ઝડપાયાં જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!