Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનરેગા કૌભાંડમાં બચુ ખાબડને પદભ્રષ્ટ કરો, તમામ જિલ્લાઓમાં તપાસ કરો : આપ

Share

ભરૂચ જિલ્લામાં પણ રાજકીય નેતાનું ૧૮ કરોડનું કૌભાંડ સામે આવી શકે છે
ભરૂચ
મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તેમજ તેમનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના ચલાવવામાં આવે છે જેમાં તેઓને રોજગારી મળતી રહે છે ત્યારે આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેકડેમ બનાવવા, રોડ રસ્તા બનાવવા, તળાવો ઉંડા કરવા તે સહિતના વિવિધ કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું ચાલુ વર્ષનું કુલ બજેટ ૮૨ હજાર કરોડ રૂપિયાનું છે ત્યારે કેટલાક નેતા ગરીબોની રોજીરોટી પર તરાપ મારી રહ્યા છે.
તાજેતરમાં ખોટા બીલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના બે પુત્રોએ કર્યું હોવાનુ સામે આવ્યુ છે. કરોડોના ખોટા બીલો મુકીને મંત્રી અને તેમના બે સંતાનોએ કૌભાંડ આચર્યું છે ત્યારે ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ નકારી શકાતી ન હોવાની રાવ સાથે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે જેમાં આવા કૌભાંડી મંત્રીઓને તુરંત પદભ્રષ્ટ કરીને તેમની સામે સઘન તપાસ કરવામાં આવે ઉપરાંત તમામ જિલ્લામાં આવા કૌભાંડની તપાસ માટે વિશેષ નિષ્પક્ષ તપાસ કમિટી બનાવવામાં આવે તેવી માંગ તેમને કરી હતી. અત્રે નોંધનીય છે કે, ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મનરેગાના કામોમાં 60 ટકા, 40 ટકાનો રેસિયો જળવાતો ન હોવાની ફરિયાદોના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં પણ મોટા રાજકીય નેતાનું ૧૮ કરોડનું આવુ જ કૌભાંડ બહાર આવી શકે છે.

Share

Related posts

RBI એ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો, મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

ProudOfGujarat

ભરૂચ : ઝિલ સર્જીકલ અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે એક મહિલાનું કોરોનાને કારણે નષ્ટ પામેલ 2 ફૂટનું આંતરડું કઢાયું.

ProudOfGujarat

મનહરનો માત્ર લધુમતી પ્રેમ..? ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચારમાં જોઇએ તેવો જન સમર્થન કેમ નથી મળી રહ્યો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!