Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાંચવેલના શખ્સના લમણે બંદૂક મુકી માર મારી 70 હજારની લૂંટ કરી 6 જણા ફરાર

Share

ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેણ ગામે રહેતાં મુબારક સુલેમાન પઠાણ તેમના ફાર્મ પર કામ અર્થે ગયાં હતાં. સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તેઓ તેમના ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં. તે સમયે સ્વિફ્ટ કારમાં તેમજ એક બાઇક પર ઇમ્તિયાઝ દેડકો, સઇદ દેડકો તેમ દિવાળીપુરાનો આશિફ મકસુદ બાપુ, ચાંચવેલના ફેઝલ મકા તથા ઝૂબેર વલી ઇસપ અને અન્ય એક શખ્સ ત્યાં આવી પહોંચ્યાંહતાં. તેઓ સીધા મુબારક પાસે પહોંચ્યાં હતાં અને તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેમજ તેના પર ચપ્પુથી હૂમલો કરવાની કોષિશ કરતાં ઝપાઝપીમાં તેમને શરીરે બે-ત્રણ ઘા થયાં હતાં. અરસામાં દિવાળીપૂરાના આશિફ મકસુદ બાપુએ બંન્દૂક કાઢી તેમના લમણે મૂકી દીધી હતી. તેમજ તેમને આજે તો તને મારી નાંખવાના છે તેમ કહીં બંદૂકના હેન્ડલના ભાગેથી તેના માથામાં ચાર-પાંચ ઘા કરતાં તે ચક્કર ખાઇને નીચે પડી જતાં તેને લાતોથી માર માર્યોહતો. બીજી તરફ ઇમ્તિયાઝે પણ પાવડાના હાથાથી તેને સપાટા માર્યાં હતાં. હૂમલાખોરોએ મુબારક પઠાણના ખિસ્સામાંથી પતરા નખાવવા માટેના રોકડા 70 હજારની લૂંટ કરવા સાથે તેમનો મોબાઇલ આંચકી દૂર ફેંકી દઇ ધાકધમકીઓ આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા કવાયત હાથ ધરાઇ છે .

Share

Related posts

કાન્સના રેડ કાર્પેટ અને ઉર્વશી રૌતેલાની બ્લુ લિપસ્ટિકે ઇન્ટરનેટ પર ગભરાટ મચાવી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામમાં ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર ફાળવવામાં આવ્યા.

ProudOfGujarat

હિરા જોટવા-તેમના પુત્ર સહિત ૯ આરોપીઓને ૧૬ ફેબ્રુઆરી સુધીમાં સરેન્ડર થવા હૂકમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!