વાગરા તાલુકાના અટાલી ગામ પાસે બનેલી ઘટના
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં વેંગણી ગામે રહેતાં સહદેવસિંહ રાજ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ રાત્રે નવેક વાગ્યે ગાયનું દૂધ લઇને તેમના પુત્ર પ્રણવસિંહ સાથે બાઇક પર અટાલી ગામે ગેલા ભરવાડને દૂધ આપવા માટે ગયાં હતાં. જ્યાંથી તેઓ પરત ઘરે જઇ રહ્યાં હતાં. તે વેળાં અટાલીથી વેંગણી જવાના રોડ પર તેમના ગામના જ જગદિશ જયંતિ ગોહિલ, ભરત જયંતિ ગોહિલ તેમજ અરવિંદ અભેસિંગ ગોહિલ તેમજ અન્ય લોકો ડ્રીલીંગ કરવાનું મશીન ટ્રેલરમાં ચઢાવી રહ્યાં હતાં. તે સમયે તેઓએ બાઇક ઉભી રાખી મોબાઇલમાં વાત કરતાં હતાં. તે વેળાં જગદિશે તેમની પાસે આવી તું અમારો વિડીયો કેમ ઉતારે છે. તેમ કહીં તેમના પર હુમલો કરવા લાગ્યાં હતાં. દરમિયાનમાં તેમના ગામના ઘનશ્યામસિંહે વચ્ચે પડી તેમને છોડાવી તું ઘરે જતો રહે તેમ કહેતાં પિતા-પુત્ર ઘરે જતાં હતાં. તે વેળાં જગદિશ, ભરત તેમજ અરવિંદે તેમને અપશબ્દો ઉચ્ચારી તું અહીંયાથી જતો રહે નહી તો તને જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે તેમને દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
