Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુટલેગર બોબડો : સ્ટેટ વિજિલન્સની રેડમાં નયન બોબડો ફરી વોન્ટેડ.

Share

એકત્રીસમી ડિસેમ્બર હોય કે ઉતરાણ, ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા તત્વો માટે તો તહેવારો એટલે ટંકશાળ પાડવાની તક!!.. તહેવારો ટાણે મૂછે તાવ દઈને સામાન્ય પ્રજાને ચેતવણી આપતી પોલીસ કેટલાક છાપેલા કાટલાં સામે કેમ ઘૂંટણીયે પડી જતી હશે? બધી ખબર હોવા છતાં મોતિયા આવ્યા હોય તેવો ખાખીને ના શોભતો વ્યવહાર આશ્ચર્યજનક તો કહેવાય જ….

સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા કે ઉદાસીનતાને ઉજાગર કરવા જ રાજ્ય સરકારે સ્ટેટ મોનીટરીગ સેલની રચના કરી છે. એકની એક જગ્યાએ લાંબા સમયની પોલીસ ખાતાની નોકરી ખરેખર તો ઘોડાની ઘાસ સાથે દોસ્તી કરાવી દેતી હોય છે. ઘાસ ખાય ખાયને ઘોડ઼ો તગડો બની તોફાને ચડે એ કેમ સહન થાય?

Advertisement

વાત છે, તગડા થઇ ગયેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થની. ઉતરાણના દિવસે ત્રાટકેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જલધારા પાર્ક સોસાયટી, વિભાગ 2, મિપકો ચોકડી, જીઆઈડીસી, ભરૂચ ખાતે ત્રાટકી બે ઈસમો નામે ઉમેશ કહાર અને અવિનાશ કહારને વિદેશી દારૂનું વેચાણ કરતા રંગે હાથ ઝડપી પડ્યા હતા. આરોપીઓ સાળા બનેવી હોવાની માહિતી છે. એક પ્રોવિઝનની દુકાનમાંથી વિદેશી દારૂ વેચતા હતા જેની જાણકારી છેક ગાંધીનગર સુધી પહોંચી અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક વાહન પણ કબ્જે લીધું હતું. આ કેશમાં ફરી એકવાર આરોપીઓએ કબૂલ્યું છે કે તેમને દારૂનો જથ્થો પૂરો પાડનાર બીજું કોઈ નહીં પણ નયન ઉર્ફે બોબડો છે!!!

જે આરોપી પોલીસ ચોપડે વૉન્ટેડ હોય એ ઉતરાણનો દારૂ પણ પહોંચાડતો હોય એને ઘાસ ઘોડાની જુગલબન્દી જ કહેવાય ને?? સ્ટેટ મોનીટરીંગ સેલે પણ ફરિયાદમાં ત્રણ નમ્બરના આરોપી તરીકે ઉલ્લેખ કર્યો છે કે… વોન્ટેડ નયન ઉર્ફે બોબડો…. વાહ!! મતલબ આ ફરિયાદ કોર્ટમાં રજૂ થશે ત્યાં સુધી પણ નયનભાઈ તો વૉન્ટેડ જ રહેશે!!

નયન કાયસ્થને 31 મી ડિસેમ્બરની એલસીબીની ફરિયાદમાં પણ વૉન્ટેડ જાહેર કરાયો છે. LCB ની ટીમે આલી માતરીયા ઝુંપડપટ્ટીમાં રેડ કરી વિદેશી દારૂ ઝડપ્યો હતો જે જથ્થો પણ નયને પૂરો પાડ્યો હતો. અહીં સવાલ એ છે કે એક બુટલેગર આટલા બધા દિવસો સુધી વૉન્ટેડનો વોન્ટેડ જ રહે…. એ કેવું??

બુટલેગરોની હિંમતને પ્રોત્સાહન આપવાની નીતિ આગળ જતા જોખમી સાબિત થશે. ભૂલવું ના જોઈએ કે પ્રજાહિતને પ્રાધાન્ય આપવાની જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિને ઈંજન આપવાનું જોખમી જ ગણાય. કાયદો ને વ્યવસ્થાના રખેવાળો માટે કોઈ વોન્ટેડ ઈસમની છુપાછુપી શોભા નથી આપતી. કાયદાનો ગુનેગાર હોય તો તેને પાતાળમાંથી શોધી કાઢવાની કુનેહ ધરાવતી ભરૂચ જિલ્લા પોલીસ કોઈ રીઢા ગુનેગારને ક્યાં સુધી છૂટો દોર આપશે? કે પછી પાપ નો ઘડો ભરાવાની રાહ જુએ છે?

ભાઈગીરી અને નામથી નેટવર્ક ચલાવતા બુટલેગરોને પોલીસની સ્ટાઇલની ખબર લાગતી નથી. દોડાવી દોડાવીને બેવડવાળી દેતો ભવ્ય ઇતિહાસ છે જ. હવે જોવાનું એ છે કે એ દિવસ ક્યારે આવે છે?


Share

Related posts

સુરતની હજીરા-સુંવાલી માઇનોર કેનાલમાં પાણી છોડવા સિંચાઇ વિભાગને ખેડૂતોનાં કાલાવાલા.

ProudOfGujarat

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ

ProudOfGujarat

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, મંહતસ્વામી અને અન્ય સંતો દ્વારા દિક્ષા અપાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!