Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાગીને પ્રેમલગ્ન કરનાર યુગલ ગામમાં આવ્યું ને બન્ને પક્ષના લોકો સામસામે બાખડ્યાં

Share

ભરૂચ તાલુકાના નિકોરા ગામે બનેલી ઘટના, મારામારીના વિડીયો વાયરલ થયાં

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકાના નિકોરા ગામે વિચિત્ર ઘટના બની હતી. ગામનો યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાતાં બન્નેએ ભાગીને પ્રેમલગ્ન કરી લીધાં હતાં. દરમિયાનમાં બન્ને પરત ઘરે આવતાં મામલો ગરમાયો હતો. બન્ને પક્ષના લોકો સામ સામે આવી જતાં મારામારીનો બનાવ બનતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, પ્રેમલગ્ન બાદ ઘરે આવેલાં યુગલના પરિવારજનોનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.

ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે રહેતા એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાવો હતો. બન્નેને તેમનો પરિવાર તેમના પ્રેમને નહીં સમજે અને તેમના લગ્ન નહીં કરવા દે તેમ હોઈ તેઓ બન્ને ભાગી ગયાં હતાં. તેઓએ અંકલેશ્વર ખાતે પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવારજનો વચ્ચે તણાવ સર્જાયો હતો. જોકે, આ ઘટનાને લઈને પોલીસને જાણ થતાં પોલીસે મધ્યસ્થી થઈને બન્ને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરી મામલાને

શાંતિપૂર્ણ રીતે અને સમજદારીથી ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં યુવક લગ્ન બાદ પત્ની સાથે પરત ગામમાં આવતાં ગામમાં તણાવભરી સ્થિતી ઉભી થઈ હતી. યુવકના ગામમાં પ્રવેશતાં જ બન્ને પક્ષ વચ્ચે ઉંચ ઝઘડો થયો હતો. લોકોએ લાકડીઓ, બેટ સહિતના સપાટાથી એકબીજા પર ઘા કર્યા હતાં. ઘટનાને કોઈ શખ્સે મોબાઈલમાં રેકોર્ડ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં મારામારીનો આ વિડીયો ભારે વાયરલ થયો હતો. બનાવને પગલે નબીપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. ગામમાં પુન: મામલો ન ગરમાય તે માટે ગામમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો.


Share

Related posts

કુતુબ મીનાર સ્થિત મસ્જિદમાં નમાઝ પર રોક યથાવત, દિલ્હી HC એ જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો.

ProudOfGujarat

રાજકોટમાં ગાંજાના છોડનું વાવેતર કરતો એક શખ્સ ઝડપાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ “ ઘરમાં રહો સુરક્ષિત રહો” માટે પોલીસતંત્રની જાહેર અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!