Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorized

મનરેગા કૌભાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ, 15થી વધુના નિવેદનો લેવાયાં

Share

ડીઆરડીએમાંથી તમામ ઓરિજન દસ્તાવેજો પોલીસે કબજે કર્યાં

 

Advertisement
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં 56 ગામોમાં રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર કરી 7.30 કરોડની ખાયકી કરવાનો મામલો સામે આવ્યો છેે. જેમાં વેરાવળની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની બે એજન્સીઓ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસેની તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પોલીસે પ્રાથમિક તબક્કે 15 થી વધુ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યાં છે. તેમજ પોલીસે દસ્તાવેજો એકત્ર કરી તપાસ શરૂ કરી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસે મામલામાં તપાસનો દોર શરૂ કરી દીધો છે. ત્યાં પ્રથમ તબક્કામાં પોલીસે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બનાવાયેલી ત્રણ ટીમોના અધિકારીઓ જેમાં વાલિયા, અંકલેશ્વર સહિતના ત્રણ નાયબ ઇજનેર તેમજ તેમની સાથેના કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યાં છે. ઉપરાંત તેમના અહેવાલોની ચકાસણી શરૂ કરી છે. બીજી તરફ એક તપાસ ટીમે ડીઆરડીએ ઓફિસનું પંચનામુ કરી ત્યાંથી તપાસના સંલગ્ન તમામ ઓરિજનલ દસ્તાવેજો કબજે કર્યાં છે.

Share

Related posts

ભરૂચની કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે ઝુક્યા.RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા તૈયાર…

ProudOfGujarat

પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી કરાઈ ધરપકડ.

ProudOfGujarat

રાજપીપળા ખાતે ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ ૭૦ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!