Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટોઠીદરા ખાતે ભુસ્તર વિભાગની ટીમનું આકસ્મિક ચેકીંગ : ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત

Share

૦૩ યાંત્રિક નાવડી તથા 0૧ એક્સેવેટર ટાટા હિટાચી મશીન, અને ૪ ટ્રક  જપ્ત કરાઇ
ભરૂચ
જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત ખનન વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.
જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના નર્મદા નદીપટ્ટમા આવેલી નિકુલ બાલુ પઢિયારની લીઝ ખાતે આકસ્મિક તપાસ હાથધરી હતી. આ આકસ્મિક તપાસ દરમ્યાન લીઝ વિસ્તારની બહાર સાદીરેતી ખનીજનું ખનન/સંગ્રહ કરતા હોવાનું જણાયું હતું. જેના આધારે આ ખનન/સંગ્રહ સાથે સંકળાયેલ કુલ ૦૩ યાંત્રિક નાવડી તથા 0૧ એક્સેવેટર ટાટા હિટાચી મશીન, અને ૪ ટ્રક જેમાં વાહન નં. (1) GJ22U9959 (ખાલી) (2) GJ21V6008 સાદીરેતી ખનીજ ભરેલ તથા અન્ય ૦૨ ટ્રક નંબર વગરની (ખાલી)  મળી કુલ ૭૫ લાખનો મુદ્દામાલ જમા લઈ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Share

Related posts

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ ખાતે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે વેપારીઓ અને કેમિસ્ટોએ દુકાનબંધ રાખી ઓનલાઈન વિક્રેતા કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વેપારીઓ એ પણ વોલમાર્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો…

ProudOfGujarat

ભરૂચનાં દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો : રુ. 1,32,59,378/- ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ : 14 ફરાર .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!