Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદની નર્મદા નિગમની જર્જરીત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર

Share

ભરૂચ.

આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરીત બિલ્ડિંગમાંથી આજ રોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.મરણ જનાર યુવાનની આસપાસ લોહીનાં નિશાન જોવા મળતાં પોલીસે સ્થળ ઉપર પહોચી તપાસ હાથ ધરી હતી. જ્યારે યુવાન જર્જરિત બિલ્ડીંગના પહેલાં માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન માનવા માં આવી રહ્યુ છે જ્યારે લાશ મળી હોવાની વાત પંઠક માં વાયુવેગે પ્રસરી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં.

Advertisement

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઇ બાબુભાઇ વાઘેલા ઉ.વ.૩૭ હાલ રહે.આમોદ.તા.આમોદ જી.ભરૂચ.મુળ રહે.નોંધણા તા.જંબુસર જી.ભરૂચ નાઓ આજ રોજ સવારે સાત કલાક પહેલા કોઇ પણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જુની કન્ડમ બીલ્ડીંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઇ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો.
આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઇ વાઘેલાએ ફરીયાદ આપતાં પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ : ઝધડીયા તાલુકાનાં ગુમાનદેવ પાસે ટ્રકે 3 મહિલાઓને અડફેટમાં લેતા મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચ નારાયણ વિધાવિહાર ખાતે નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે વાર્તાકથન તથા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : ઉમેદવારી પત્રો ભરાયા બાદ રાજકીય પક્ષોનો પ્રચાર પૂર જોશમાં, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસનાં ઉમેદવારોને મળતો જન પ્રતિસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!