ભરૂચ.
રાજસ્થાનના કરોલી જિલ્લાના નાગોટી ખાતે રહેતાં અર્જૂનસિંહ દોજીરામ ધાકડનો ભાઇ ભીમસિંગ ધાકડ દહેજ ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે અને ગલેન્ડા ગામે રહે છે. અર્જૂને તેનો મોબાઇલ તેના ભાઇને વાપરવા માટે આપ્યો હતો.દરમિયાનમાં તેમના વતનમાં કામ હોઇ ભીમસિંગ ધાકડ ગત 22મી મેના રોજ વતન જવા માટે નિકળ્યો હતો. તે રહિયાદ ચોકડીથી ઇકોમાં ભરૂચ આવ્યાં બાદ ભરૂચ રેલવે સ્ટેશને આવ્યો હતો. તેની ટ્રેન દોઢ વાગ્યાની હોવાથી તે પ્લેટફોર્મ નંબર 1 પર સુઇ ગયો હતો. દરમિયાનમાં કોઇ ગઠિયાએ તેમના ખિસ્સામાં મુકેલો મોબાઇલ કાઢી લઇ ફરાર થઇ ગયો હતો. દરમિયાનમાં તેઓને જાગ આવી જતાં તેઓએ પોતાનો મોબાઇલ શોધતાં મોબાઇલ મળ્યો ન હતો. બનાવને પગલે તેમણે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
