Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતો એક ઝડપાયો : અન્ય એક વોન્ટેડ જાહેર કરાયો

Share

ભરૂચ.
ભરૂચ પોલીસ આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટેની શરૂઆતમાં ક્રિકેટ પર સટ્ટો રમનારાઓ પર બે – એક કેસ કર્યા બાદ શાંત થઇ ગઇ હતી. જે બાદ ટુર્નામેન્ટની અંતિમ અને ફાયનલ મેચ પર સટ્ટો રમતાં પાલેજના એક શખ્સને ઝડપી પાડી મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇ તા.૦૩/૦૬/૨૦૨૫ ના રોજ પંજાબ કીંગ્સ & રોયલ ચેલન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચ હોય એલ.સી.બી. ટીમ ભરૂચ ડીવીઝન વિસ્તારમાં વોચમાં હતી. તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે પાલેજના મુખ્ય બજારમાં મોબાઇલમાં વાતચીત કરી IPL ફાઇનલ મેચ ઉપર રનફેર લાઇવ સ્કોર ઉપર રમાતો ક્રિકેટ સટ્ટા અંગેની જુગારની સફળ રેઇડ કરી આરીફ આદમ પટેલ રહે. પાલેજને ઝડપી પાડયો હતો જ્યારે અલ્તાફ રહે. પાલેજ નાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રોકડા રૂપીયા, મોબાઈલ મળી કુલ કિંમત રૂ.૧૭,૬૦૦/- મુદ્દામાલ કબ્જે કરી બંને વિરૂધ્ધ જુગારધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી પાલેજ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો

Share

Related posts

માંગરોળ : વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરની બદલી થતા વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!