Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્પેરપાર્ટ્સની દુકાનમાં કામ કરતાં શખ્સે જ દુકાનમાંથી 18 બેટરી સહિતો સામાન ચોરી કર્યો

Share

ભરૂચ.
ભરૂચના મક્તમપુર રોડ પર આવેલાં પંચરત્ન કોમ્પલેક્ષ ખાતે રહેતાં હર્નિશ ધિરેન્દ્ર સોલંકી ઝાડેશ્વર રોડપર ચામુંડા માતા મંદિર પાસે દ્વારકાધામ એપાર્ટમેન્ટમાં હર્નિશ ઓટોમોબાઇલ નામની દુકાન ધરાવે છે. જેમાં હિરો અને હોન્ડા કંપનીની બાઇકના સ્પેરપાર્ટ્સનું તેઓ વેચાણ કરે છે. તેમજ ગાડીઓની સર્વિસ કરે છે. તેઓ ગત 3 જૂને પરિવાર સાથે પોઇચા ગયાં હતાં. તે વેળાં રાત્રે આઠેક વાગ્યે તેમના મેનેજર જીજ્ઞેશ પટેલનો તેમને ફોન આવ્યો હતો કે, આપણી દુકાનમાં કામ કરતો નઇમ રાજ( રહે. લિમડી ફળિયું, નિકોરા)  દુકાનમાંથી તેની બેગમાં ચાર બેટરી તેમજ અન્ય સામાન ભરીને લઇ જતાં પકડાયો છે. સામાન અને બેટરી તેની પાસેથી લઇ લીધી છે. અને તેના ફોટા પાડી લીધાં છે. જેથી હર્નિશ સોલંકી મોડી રાત્રે આવતાં બીજા દિવસે સાવરે દુકાને જઇ તપાસ કરતાં દુકાનમાંથી અગાઉ પણ સામાન ચોરાયો હોવાનું માલુમ પડતાં તેમણે નઇમ રાજને ફોન કરી બોલાવતાં તેણે બિમારીનું બહાનું કાઢ્યું હતું. જોકે, બાદમાં રાત્રીના સમયે દુકાને આવતાં તેણે તમામ ચોરીની કબુલાત કરી હતી. જેથી તપાસ કરતાં તેણે અલગ અલગ કંપનીઓની 18 બેટરીઓ, બે જમ્પર, પેટ્રોલ કોક, હેન્ડલ બેરીંગ કીટ, હેન્ડલ ઇલેક્ટ્રીક સ્વિચ, રબર પાર્ટ્સ સહિત કુલ 27 હજારથી વધુની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી  ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ઘુટિયાઆંબા ગામની સગર્ભા મહિલાનું 9 માસનું બાળક ગુમ થયુ હોવાનો આક્ષેપ કરતા પરિવાર અને ગ્રામજનો.

ProudOfGujarat

ગણેશચતુર્થી : દુંદાળા દેવને આવકારવા ભક્તોમાં અનોખો ઉત્સાહ –ઉમંગ

ProudOfGujarat

સીરત કપૂર બાદશાહના આગામી પાર્ટી એન્થમ ગીતમાં જોવા મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!