Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા અજાણ્યા યુવકનું મોત

Share

વરેડિયા અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે બનેલી ઘટના

પાલેજ :- ભરૂચના વરેડિયા અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે એક અજાણ્યા યુવકનું ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે 45 ના આશારાનો ગત તારીખ 7/06/25 ના રોજ વરેડિયાં અને નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે વચ્ચે અપ લાઈન ઉપર ટ્રેન નંબર 19218 સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાંથી ચાલુ ટ્રેનમાંથી મુસાફરી કરતા અકસ્માતે પડી જતા માથામાં તેમજ શરીરે ઉપર ઇજાઓ થવાથી ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના એ એસ આઇ રેમશભાઇએ કાયદેસર કાર્યવાહી કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

માંગરોળના શાહ ગામના બ્રિજ નિર્માણની બાજુમાં ડાઈવર્ઝન શરૂ નહીં કરાતા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી

ProudOfGujarat

વડોદરામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાના ઉત્પાદન કેસમાં બે આરોપીઓને એક વર્ષની જેલ

ProudOfGujarat

નર્મદા તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!