૧૧ જુને ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થશે
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે. સોમવારે ગામ પંચાયતની ચુંટણીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય મામલતદાર કચેરીઓમાં ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જામી હતી.
ભરૂચ જિલ્લામાં કુલ ૨૧૫ જેટલી ગ્રામ પંચાયતની ચુંટણી ૨૨ મી જુને યોજાનાર છે ત્યારે હોર્મ ભરવાની પક્રિયા શરૂ થઈ ગઈ છે. સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ઉમેદવારો તેમજ તેમના સમર્થકોની ભારે ભીડ મામલતદાર કચેરીઓમાં જોવા મળી હતી. મંગળવારે તમામ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે જયારે ૧૧ મી જુન ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારે બુધવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ તમામ ચિત્ર સ્પષ્ટ થશે. મામલતદાર કચેરી ખાતે સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્ય માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. ઉમેદવારોએ ગામના વિકાસ માટે તેઓ દ્વારા કામગીરી કરાશે તેવા વચનો કરવા સાથે જીતના દાવા પણ કર્યા હતા.
