Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લોઢવાણના ટેકરા પાસે જુગાર રમતી બે મહિલા સહિત 8 ઝબ્બે : 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ.
ભરૂચ શહેરના લોઢવાડના ટેકરા ખાતે આવેલાં સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો તેમજ મહિલાઓએે જુગારની મહેફિલ જમાવી છે તેવી બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં 6 પુરૂષો અને બે મહિલાઓ ઝડપાઇ ગઇ હતી. પુછપરછમાં તેમના નામ રોહિત નાનુ મિસ્ત્રી, ઉમેશ મોહન જાદવ, શિવમ પ્રવિણ મકવાણા, આનંદ ભીમસિંગ વસાવા, સલીમ હુસેન કુરેશી તેમજ ઇસ્માઇલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખ તથા ગૌરીબેન પ્રવિણ મકવાણા અને નયના ચંદુ વસાવા હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળ પરથી દાવપર લાગેલાં તેમજ તેમની અંગઝડતીમાંથી કુલ 88 હજાર રૂપિયા રોકડા તેમજ 16 હજારનો મોબાઇલ મળી કુલ 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે આમુ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

માંગરોળની જી.આઇ.પી.સી.એલ કંપનીના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહી થતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચનાં દશાશ્વમેધ ઘાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!