Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુવતિ સાથે છેડતીની શંકાએ યુવાનને શખ્સે માર મારતાં ગંભીર

Share

ભરૂચના બંબાખાના વિસ્તારમાં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલાં વાવ ફળિયામાં રહેતો રોહિત રાજુ વસાવા પાલિકા સંચાલિત સિટી બસમાં કંડક્ટર તરીકે નોકરી કરે છે. ગત સોમવારે  રાત્રીના બારેક વાગ્યાના અરસામાં એલીસજીન કંપાઉન્ડના પગથિયા પાસે બેસીને મોબાઇલમાં ગેમ રમતો હતો. તે વેળાં તેમના ફળિયામાં રહેતો જતીન તેની પાસે આવ્યો હતો. તેણે મોબાઇલની લાઇટથી રોહિતનો ચહેરો જોઇને કંપાઉન્ડમાં જતો રહ્યો હતો. થોડીવાર બાદ કંપાઉન્ડમાંથી કોઇ છોકરીની બુમાબુમનો અવાજ આવતાં શું થયું જોવા માટે તે કંપાઉન્ડમાં જતાં અજાણ્યા માણસો ત્યાંથી ભાગતા તેણે જોયાં હતાં. જેથી તે પણ કંપાઉન્ડમાંથી બહાર આવતો હતો. તે વેળાં જતીને તેના પર શંકા રાખી તેને અપશબ્દો ઉચ્ચારી લાકડીના સપાટામારી ઇજાો પહોંચાડી હતી. તે તેના ઘર તરફ જતો હતો તે વેળાં તેની માતા રસ્તમાં મળી જતાં બુમાબુમ થતાં જતીન ત્યાંથી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share

Related posts

ભરુચ જીલ્લામાં શીત લહેર

ProudOfGujarat

ભરૂચ : ટોલ ટેક્સ પર ચાલુ ટ્રકમાં આગ લાગતા નાસભાગ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

માનવતા : સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરીવાર દ્વારા દિલીપભાઈના પરીવારના લાભાર્થે એક લાખને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!