Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના જીએનએફસીના નિવૃત્ત કર્મચારીને ડિઝીટલ એરેસ્ટ કરી ૪૦ લાખની ઠગાઈ 

Share

તમારા નામે ખરીદેલાં સીમકાર્ડ ૧૬ ગુનામાં વપરાયાં છે કહી ધમકાવ્યાં હતાં
ભરૂચ.
ભરૂચના જીએનએફસી ટાઉનશીપ પાસે આવેલી મુક્તાનંદ સોસાયટીમાં રહેતાં ૬૮ વર્ષીય અંબાલાલ ઉદેસિંહ પરમાર જીએનએફસીમાંથી સિનિ. ઓપરેટર તરીકે નિવૃત્ત થયાં હતાં. ગત ૧૭મી એપ્રિલના રોજ તેમનો પુત્ર તેના પરિવાર સાથે પાદરા તેની સાસરીમાં ગયો હતો. દરમિયાન સવારના સવાનવ વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, તમારા નામથી એક સિમકાર્ડ ખરીદવામાં આવ્યો છે. અને તે સિમકાર્ડથી ૧૬ જેના ગુના આચરવામાં આવ્યા હોવાની ફરિયાદ આવી છે.
જેથી તમારા નામ પર સિમકાર્ડ ખરીદનાર પર કરિયાદ કરવી છે કે નહી તેમ કહેતાં તેમણે હા પાડતાં તેમના મોબાઈલ પર વ્હોટ્સએપ પર પોલીસ અધિકારીનો ફોન આવશે અને શું કાર્યવાહી કરવાની છે તે જણાવશે તેમ કહી ફોન કાપ્યો હતો. બાદમાં તેમના મોબાઈલ પર વ્હોટ્સએપ વિડિયોકોલ આવતાં તેમણે ફોન ઉપાડતાં સ્કિન પર કોલાબા પોલીસ સ્ટેશન, કાઈમ બ્રાન્ચ, મુંબઈનો લોકો દેખાતો હતો. તેણે પોતાનો વિડિયો બંધ રાખ્યો હતો. અને પોતાની ઓળખ પ્રિયા અગ્રવાલ તરીકે આપી હતી. દરમિયાનમાં વિડિયો કોલમાં એક પુરુષ પોલીસ યુનિફોર્મમાં ઉભેલો જણાવો હતો. બાદમાં વિડિયો બંધ થઈ ગયો હતો. જે બાદ તેમને વિવિધ પ્રકારની પુછપરછ કરી તેમને જમાવ્યું હતું કે, તેમના નામે કેનેરા બેન્કમાં ખાતું ખોલવામાં આવ્યું છે.
તેમજ તે એકાઉન્ટની મદદથી મનીલોન્ડ્રિંગ કરવામાં આવી છે. અને મામલામાં નરેશ ગોયલ નામના વ્યક્તિ પાસેથી તેના પુરાવા મળ્યાં છે. અને સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા તરફથી તમારા નામે એરેસ્ટ વોરંટ નિકળ્યો છે. તમારે બચવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે તેમ કહી તેમને ધમકાવ્યાં હતાં. જે બાદ તબક્કાવાર તેમને ફોન કરી ધમકાવી તેમના એફડીના અને બેન્ક ખાતામાના રૂપિયા મળી કુલ ૪૦ લાખ રુપિયા અન્ય એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. બાદમાં તેમને જાણ થઈ હતી કે તેમની સાથે ઠગાઈ થઈ છે. ઘટનાને પગલે તેમણે ભરૂચ સાયબર કાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના સાગરિતોને શોધવાની કવાયત હાથ પરી છે.

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ.

ProudOfGujarat

નડિયાદના ફતેપુરા રોડ પર બે બાઇક સામસામે અથડાતાં બે નાં મૃત્યુ.

ProudOfGujarat

નડિયાદ-કઠલાલ રોડ પર  કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયોતા એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!