ભરૂચમાં સતત બીજા દિવસે પોલીસકર્મીઓ દારૂ પીતા હોવાનો બીજો કિસ્સો સામે આવ્યો
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે દારૂની મહેફિલ જમાવતાં પોલીસકર્મીઓની ઘટના સામે આવી છે. ગઇકાલે ભરૂચના હેડક્વાટર્સ ખાતે બે પોલીસકર્મીઓ દારૂની મહેફિલ જમાવતાં ઝડપી પાડ્યાં હતાં. જ્યારે હાંસોટમાં બે મહિના પહેલાં હાંસોટના પોલીસકર્મી તેમજ જીઆરડી જવાન સહિતનાઓએ દારૂની મહેફિલ વેળાં બનાવેલો વિડિયો વાયરલ થતાં તેના આધારે તેઓ બન્ને સહિત 7 જણા સામે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

હાંસોટના પોલીસ કર્મી અને જીઆરડી જવાન સહિતનાઓના વાયરલ વિડિયોને લઇને પોલીસે તપાસ કરતાં વિડિયોમાં હાંસોટ પોલીસ મથકના એએસઆઇ હિતેશ પરમાર, જીઆરડી ઠાકોર પટેલ હોવાનું તેમજ તેમની સાથે મુજાદ મોહંમદ ઝફર શેખ, મોહંમદ સફીક શેખ, નાસીરભાઇ, મહમદ અનીસ મેમણ હોવાનું માલુમ પડ્યું હતું અમેરિકાથી તેમના મિત્ર આવ્યાં હોઇ પાર્ટીનું આયોજન કરાયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. વિડિયોમાં દેખાનારા તેમજ વિડિયો બનાવનાર સહિત તેમને દારૂની મહેફિલ જમાવવા માટે ભઠ્ઠાની ઓફિસ આપનાર સહિત તમામ વિરૂદ્ધ ગુનો નોંધી બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે
