Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ મનરેગા કૌભાંડ : અત્યાર સુધી ૬૦ થી વધુ લોકોના નિવેદનો લેવાયા

Share

જોબકાર્ડ ધારકોના જવાબોમાં કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ભેજાબાજોના નામ ખુલશે

ભરૂચ

Advertisement

ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં વેરાવળની બે એજન્સી દ્રારા મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલા રોઠ, રસ્તાના કામોમાં ૭.૩૦ કરોડની ખાયકીની ફરિયાદ નોંધાઈ છે ત્યારે મામલામાં પોલીસ કીભાંડને સંલગ્ન અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શ્રમિકો સહિતનાઓનું નિવેદન લેવાની પક્રિયામાં જોતરાઈ છે. અત્યાર સુધીમાં પોલીસે 60 થી વધુ લોકોના નિવેદનો લીધા હોવાનું જાવાવા મળી રહ્યુ છે. તેમાં પણ પોલીસે જોબકાર્ડ ધારકોની પુછપરછ હાથ ધરતા તેમના જવાબોમાં અન્ય ભેજાબાજોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

દાહોદમાં બચુ ખાબડના પુત્રો દ્વારા આચરવામાં આવેલા મનરંગા કૌભાંડે રાજયભરમાં ચાલતા મનરેગા કામોમાં પણ કૌભાંડ થયા હોવાની આશંકા ઉભી કરી હતી. દરમ્યાનમાં ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડમાં વેરાવળની બે એજન્સીઓ મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝ દ્વારા બોગસ બીલો મુકી ૭.૩૦ કરોડની ખાયકી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ભરૂચ એ.ડીવીઝન પોલીસ દ્વારા મામલામાં તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો સહિત શ્રમિકો મળી કુલ 60 થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. પોલીસ દ્વારા જોબકાર્ડ ધારક શ્રમિકોના લેવાઈ રહેલા નિવેદનો પૈકીના કેટલાક નિવેદનોમાં કોભાંડ થયાની પુષ્ટી થઈ રહી હોવાનું અંગત સુત્રોએ જણાવ્યુ છે.બંન્ને એજન્સીઓએ રોડ, રસ્તાના કામ માટે શ્રમિકો બનાવવાના થતા હોય જે તે ગામના આગેવાનને કટકી આપીને સાથે રાખ્યા હતા જેના ભાગરૂપે જે તે આગેવાન તેના ગામના શ્રમિકોના જોબકાર્ડ બનાવી તેમના ખાતા ખોલાવતો હતો અને તે તમામ દસ્તાવેજો પોતાની પાસે રાખતો હતો. જોબકાર્ડ ધારકોને ચુકવણુ કરવાનું હોય ત્યારે તેમના ખાતામાં રૂપીયા પડે તે જાતે જ ઉપાડી લેતો હતો તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. જોબકાર્ડ ધારકને નજીવી ચોક્કસ રકમ આપી તેમના કાર્ટનો ઉપયોગ મનરેગા કૌભાંડ આચરવામાં થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બોક્ષ

ફરિયાદ થતા પહેલા DRDA ના અધિકારી સીક લીવ પર ઉતરી ગયા

ભરૂચ જિલ્લામાં સામે આવેલા મનરંગા કોભાંડે ભારે ચકચાર મચાવી છે ત્યારે કોભાંડમાં કોણ કોણ સંડોવાયેલુ છે તે તરફ લોકોની મીટ મંડાઈ છે. ઘટનાના પગલે એ.ડીવીઝન પોલીસમાં કરિયાદ નોંધાઈ છે અને અધિકારીઓ, કર્મચારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે ત્યારે ડીઆરડીએ કચેરીના મોટા ભાગના સ્ટાફ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. એક અધિકારીને ફરિયાદની ગંધ અગાઉથી આવી જતા ફરિયાદ નોંધાઈ તેના બે દિવસ પહેલાથી જ તે સીક લીવ પર ઉતરી ગયા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.


Share

Related posts

માંગરોળ તાલુકા મથકે અને ઉમરપાડાનાં કેવડી ખાતે વિશ્વ ટીબી દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભેસલી ગામેથી એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયો…

ProudOfGujarat

કોસંબા APMC દ્વારા વેલાછા ખાતે સહકારિતા શિબિર તથા ખેડૂત સંમેલન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!