Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના અંગારેશ્વર ગામે મહિલાના ઘરમાં ઘુસી 7 શખ્સોએ મારઝૂડ કરી, ઘરમાં તોડફોડ કરી 

Share

ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં અંગારેશ્વર ગામે ઘરમાં એકલી મહિલાના ઘરમાં સાતેક શખ્સોએ ઘુસી જઇ તેને બહાર કાઢી માર માર્યો હતો. તેમજ તેના ઘરની તોડફોડ કરી હતી. ઇજાગ્રસ્ત મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવમાં આવી છે. જોકે, મહિલાના પતિએ આક્ષેપ કર્યો હતો કે, મિલકતના દાવાને લઇને કોર્ટમાં દાવા કરવામાં આવ્યાં હતાં. જોકે, દાવા અરજીમાં મહિલાના પરિવારની તરફેણમાં કોર્ટે હુકમ કર્યો હતો. દરમિયાનમાં ગુરુવારે મહિલા તેના બે બાળકો સાથે ઘરમાં એકલી હતી. તે વેળાં તોસીફ, શબ્બીર, સબુ, સલીમ તેમજ મોઇન સહિતનાઓએ તેમના ઘમાં ઘુસી આવ્યાં હતાં. તેઓએ મહિલાને બળજબરીથી ઘરની બહાર કાઢી તેને મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ તેની સાથે છેડતી કરી હતી. બનાવને પગલે તેઓએ નબીપુર પોલીસ મથકે જાણ કરવા છતાં તેમણે કોઇ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. ઉપરાંત હુમલાખોરોએ બે દિવસ પહેલાં જ ઘર ખાલી કરી નાંખજો, નહીંતર મારી નાંખીશું તેવી ધમકી આપી હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું.

Share

Related posts

નર્મદા જિલ્લામાં નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા એ મુખ્યમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકામાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો રંગારંગ પ્રારંભ, પ્રથમ દિવસે ધોરણ-1 માં 4,625 બાળકોનો પ્રવેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!