Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયને ડીઇઓની નોટિસ : છાત્રોને પોતાની શાળામાંથી નોટબુક-સ્ટેશનરી ખરીદવા ફરજ પાડતાં હતાં

Share

ભરૂચ.

ભરૂચ શહેરમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા તેમની શાળામાં અભ્યાસ કરતાં છાત્રોને શાળાના નામ અને લોગોવાળા નોટબુક છપાવીને  તે વિતરણ કરવામાં આવતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. અને સંસ્થા સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે એક દિવસમાં બિનચૂક રીતે લેખિતમાં ખુલાસો આપવા તાકીદ કરી છે.
ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુએકશ એક્ટ 2009ના ઠરાવમાં જણાવ્યાનુંસાર કોઇ પણ શાળા બાળકોને અમુક એજન્સી મારફત લેખન સામગ્રી ખરીદવા કે ચોક્કસ છાપની બનાવટની લેખન સામગ્રી ખરીદવા દબાણ નહીં કરી શકાય. જે અંગે તાજેતરમાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ દરેક શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને તાકીદ કરતું સર્ક્યુલર બહાર પાડ્યું હતું. દરમિયાનમાં ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા તેમના શાળામાં પ્રવેશ મેળવનારા અને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પોતાની સંસ્ાથાના નામ અને લોગોવાળા નોટબુક છુપાવી તે જ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. જેના પગલે શિક્ષણાધિકારીએ જરૂરી તપાસ કરાવતાં મામલામાં તથ્યતાં જણાતાં શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે. સંસ્થા સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે એક દિવસમાં બિનચૂક રીતે લેખિતમાં ખુલાસો આપવા તાકીદ કરી છે.
Advertisement

Share

Related posts

ભરૂચની હુશેનીયા સોસાયટી નજીક આવેલી ઝૂંપડપટ્ટી માં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી

ProudOfGujarat

વડોદરાની યુવતીએ અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોનમાં ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યો વિજય.

ProudOfGujarat

ભરૂચનાં જુના તવરા ગામની સીમમાંથી દોઢ લાખનાં વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!