Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાજપ શાસિત ભરૂચ પાલિકાને જગાડવા રહિશોની રામધૂન : પાલિકાની ગેરકાયદે ડમ્પિંગ સાઇટનો વિરોધ

Share

આસપાસની ચાર સોસાયટીના લોકોએ એકત્ર થઇ રોષ ઠાલવ્યો
ભરૂચ.
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરભરમાંથી ડોર ટુ ડોર થકી એકત્ર કરાયેલો કચરો વોર્ડ નંબર 3માં આવેલાં જે. બી. મોદી પાર્ક પાસે ગેરકાયદે રીતે ડમ્પિંગ સાઇટ શરૂ કરી છે. જેના કારણે અસપાસની સોસાયટીમાં રહેતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી ન કરાતાં સ્થાનિકોએ રામધૂન વગાડી તંત્રને નિંદ્રાવસ્થામાંથી જગાડવાનો પ્રયાસ કરાયો હતો.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 માં આવેલી જે. બી. મોદી પાર્ક પાસે પાલિકા દ્વારા ગેરકાયદે રીતે કચરો ડમ્પિંગ કરવામાં આવી રહ્યો છે. શહેરભરમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થકી લેવાતો કચરો ત્યાં એકત્ર કરવાઆવેછે. ત્યારે પાલિકા દ્વારા અહી એકત્ર કરાયેલાં કચરાને અન્યત્ર સ્થળે લઇ જવાય છે. જોકે, પાલિકા દ્વારા જેબી મોદી પાર્ક પાસે આવેલાં મોટર ગેરેજ નજીક આખા શહેરના કચરાના ઢગલાં કરી દેવાતાં લોકોમાં રોષ ફેલાયો છે. આસપાસની ચાર સોસાયાટીના રહિશોએ પાલિકાની કાર્યપ્રણાલીનો વિરોધ કર્યો હતો. સ્થાનિકઓએ જણાવ્યું હતું કે, 2021થી તેઓ તેમની સમસ્યાને લઇને રજૂઆતો કરી રહ્યાં છે. જોકે, પાલિકા દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા કાંઇ કરતી નથી. સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરવા અને પાલિકાતંત્ર નિંદ્રામાંથી જાગે તે હેતુ સાથે તેમણે રામધૂન કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેમની રજૂઆતોને લઇને કોઇ પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Share

Related posts

અંક્લેશ્વર-પાનોલી સહિત દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રિ માટે નાણાં ઉઘરાવાયા….

ProudOfGujarat

યુનિયન બજેટ વિશ લિસ્ટ : ભાર્ગવ દાસગુપ્તા, એમડી અને સીઈઓ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિ.

ProudOfGujarat

કતપોર ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બાઓબાબ ( રૂખડાનું વૃક્ષ) હેરિટેજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!