Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણેય મૃતકોની અંતિમવિધી કરાઈ : ધારાસભ્યોની ગેરહાજરી

Share

સાજેદાબેનની ભરૂચમાં, અલ્તાફ પટેલની કોલવણા ગામે અને સાહિલ પટેલની સારોદ ગામે દફનવિધી કરાઈ
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો, સગાસંબંધીઓ તથા ગ્રામજનો દુ:ખી હ્રદયે જોડાયા
ભરૂચ.
અમદાવાદની પ્લેન કેશની ઘટનામાં ભરૂચ જિલ્લાના ૩ લોકોએ પાસે ગુમાવ્યા હતા. મૃતકોના પરિવાર સાથે ડીએનએ મેચ કર્યા બાદ તેમના મૃતદેહ તેમને સોંપવામાં આવતા રાત્રે જ પરિવારજનો મૃતકોના દેહ લઈને પોતપોતાના નિવાસસ્થળે આવ્યા હતા. વહીવટી તંત્રએ પણ મૃતદેહો સુરક્ષિત અને સલામત રીતે જે તે સ્થળે પહોંચે તેવી વ્યવસ્થા કરી હતી. મૃતદેહ આવ્યાના થોડા જ સમય બાદ તેમની અંતિમવિધી કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો, સગાસંબંધીઓ તથા ગામજનો દુઃખી હ્રદયે  જોડાયા હતા.
ગત ૧૨ જૂનના અમદાવાદ એરપોર્ટ ઉપરથી યુ.કે.જવા એર ઈન્ડિયાની ફલાઈટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મીનીટોમાં પ્લેન અમદાવાદની એક બિલ્ડીંગના ઉપર પડતા તેમાં સવાર એક મુસાફરને બાદ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં ભરૂચનાની અલમીના સોસાયટીમાં રહેતી સાજેદાબેન મીસ્ટર, આમોદ તાલુકાના કોલવણા ગામના વતની અને ભરૂચના મુમતાજ પાર્ક ખાતે રહેતા અને હાલ યુ.કે ખાતે સ્થાયી થયેલા અલ્તાફહૂસેન ઈસ્માઈલ પટેલ ઉર્ફે જીવામાસ્તર તેમજ જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ પટેલે પણ જીવ ગુમાવ્યા હતા.
પ્લેનમાં લાગેલી આગના કારણે મૃતકોને ઓળખી શકાય તેમ ન હોવાથી તેમના પરિવારજનોના ડીએનએ મેચ કરીને મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. ગઈકાલે ભરૂચના ત્રણેય મૃતકોની ઓળખ થતાં રાત્રે જ તેમના પરિવારજનો તેમના પાર્થિવદદેહને લઈ આવ્યાં હતાં. વવિહવટી તંત્ર દ્વારા પણ મૃતદેહ તેમના ઘર સુધી સુરક્ષિત અને સન્માનજનક પહોંચે તેવી તકેદારી રખાઈ હતી. મૃતકોને રાતોરાત જ દફનવિધી કરી દેવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં તેમના પરિવારજની, સગા-સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા. પ્લેન કેસમાં ભોગ બનેલા લોકો માટે તેમના પરિવાર પર આવી પડેલ દુ:ખને સહન કરવાની કુદરત શક્તિ આપે એ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી, ભરૂચ અને કોલવણા ગામમાં આ દુ:ખદ પસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરુચ પાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ, અબ્દુલ કામઠી, ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સાંસદ ધારાસભ્યો એકપણ દફનવિધીમાં ન દેખાયાં

અમદાવાદમાં બનેલી પ્લેન કેશ થવાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતકોના પરિવારજનો પર આવી પડેલાં દુ:ખને સહન કરવાની શક્તી આપે તેવી દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ત્રણેયના મૃતદેહ પરિવારને સોંપવામાં આવનારા હોવાની જાહેરાત થઈ જતાં મૃતકોના સગાસંબંધીઓ સહિતના લોકો તેમના ઘરે પહોંચી ગયાં હતા. ભરૂચ અને કોલવણા ખાતે થયેલી દહનવિધીમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ હાજરી આપી હતી. જોકે, અન્ય કોઈ ધારાસભ્ય કે સાંસદે એક પણ દફનવિધીમાં હાજરી નહીં આપતાં તેમની ગેરહાજરીની લોકોએ નોંધ લીધી હતી.


Share

Related posts

રાજપીપળા લિલોડીયા ફળીયામાં છેલ્લા દોઢ વર્ષથી પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં નહીં આવતાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ આઇનોક્ષ પાસેથી બુલેટની ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકા દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત જળ બચાાવો પર સેેમિનાર યોજાયોો   

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!