Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હંમેશા યાદો અને તેમના કાર્યોથી જનજનમાં રહેશે ચિરંજીવી, જિલ્લા ભાજપે આપી અંજલિ

Share

ભરૂચ.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા બુધવારે બપોરે મળેલી પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, પાલિકા પ્રમુખો વિભૂતિબા યાદવ, લલિતાબેન રાજપુરોહિત, પૂર્વ રાજ્યસભા સાંસદ ભારતસિંહ પરમાર સહિતનાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મૌન પાળી તેમની તસ્વીર ઉપર ફુલહાર અર્પણ કરાયા હતા. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ આગેવાનોએ વિજય રૂપાણી સાથેના પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા. ભરૂચ જિલ્લાના વિકાસ માટે પણ તેમણે લીધેલા નિર્ણયો અને કરેલા કામોને યાદ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી હંમેશા તેમના કાર્યો, નિખાલસ સ્વભાવ અને વ્યક્તિત્વને લઈ યાદોમાં ચિરંજીવી રહેશે તેવો ભાવ ભરૂચ જિલ્લા ભાજપે પ્રગટ કર્યો હતો. સાથે જ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી.


Share

Related posts

ભરૂચ : નેત્રંગનું ગૌરવ-ધોરણ ૧૨ કોમર્સ (CBSE) માં ૯૨ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ.

ProudOfGujarat

500 રૂપિયાની નોટમાં RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર! જાણો.

ProudOfGujarat

ભરૂચ તાલુકા પંચાયતનું પૂરાત વાળું બજેટ મનજૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!