ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં બનેલી ઘટના
ભરૂચ
ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી સેવાયજ્ઞ સમિતીની એમ્બ્યુલન્સ એક બિનવારસી મૃતદેશને સ્મશાને લઈ જઈ રહી હતી. તે વેળાં રસ્તામાં જીઈબીનો વીજ તાર પડેલો હોઈ ડ્રાઈવર સાથે ગયેલાં યુવાને તે તાર સાઈડમાં કરવા ગયો હતો. અને બાદમાં અચાનક ઢળી પડયો હતો. તેન સિવિલ હોસ્પિટલમાં લાવતાં તેનું મોત નીપજયું હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવને ભરૂચ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક બિનવારસી મૃતદેહ હોઈ તેની અંતિમક્રિયા માટે તેને સ્મશાને લઈ જવાની હોવાથી સેવા પણ સમિતિની
એમ્બ્યુલન્સના ડ્રાઈવર બાબુભાઈ જાદવ તેમજ તેમની સાથેના અણભાઈ વિશ્વામ તેમની એમ્બ્યુલન્સમાં બિનવારસી મૃતદેહ લઈને સ્મશાને જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં રસ્તામાં એક વીજતાર પડેલો હોઈ ડ્રાઈવર બાબુભાઈએ એમ્બ્યુલન્સ ઉભી રાખી હતી. અરસામાં તેમની સાથેના અસ્વાભાઈએ તે વીજતાર સાઈડમાં કર્યા બાદ અચાનક ત્યાં જ ઢળી પડમાં હતાં. જેથી ડ્રાઈવર બાબુભાઈ જાદવે તુરંત તેને સારવાર માટે ભરૂચ સિવિલમાં લઈ ગયાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડયું હતું. ઘટનાનીજાણ થતો ભરે એ ડીવિઝન પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તબકો અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
