Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના વજાપરા ગામે ગેરકાયદે 4517.64 મેટ્રીક ટન માટી ચોરી કેસમાં 4 સામે ફરિયાદ

Share

દહેજ પોલીસે ભુસ્તર વિભાગની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ.
વાગરા તાલુકાના વજાપરા ગામની સીમમાં  ખનીજ માફિયાઓએ ગામમાંથી 4517.64 મેટ્રીક ટનથી વધુ માટીનું ખોદકામ કરી તેને બારોબાર વેચી મારી હોવાનો કારસો વાગરા મામલતદારે ઝડપી પાડ્યો હતો. જે બાદ તેમણે  ભરૂચ ભુસ્તર વિભાગને જાણ કરતાં ટીમે મામલાની તપાસ કરી દહેજ પોલીસ મથકે એક્સેવેટરના માલિક, ભાડે રાખનાર સહિત તેના ઓપરેટર અને અન્ય એક મળી ચાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકાના મામલતદાર દ્વારા ગત 2 મેના રોજ સાંજના સમયે ભરૂચ ભુસ્તર વિભાગની ઓફિસે ફોન કરી જાણ કરાઇ હતી કે, કડોદરા ગામના લોકોએ વજાપુરા ગામની સીમમાં બીનઅધિકૃત રીતે સાદી માટી ભરેલાં 4 ડમ્પર-3 એક્સ્કેવેટર ઝડપી પાડી મામલતદાર કચેરીને સોંપેલ છે. જેથી તેની તપાસ માટે જણાવાતાં ટીમે તેની તપાસ શરૂ કરી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે, ખનિજ ચોરોએ વજાપરા ગામની સીમમાં કુલ 7964.17 મેટ્રીક ટન સાદી માટીનું ખોદકામ કર્યું હતું. જે પૈકીની 3446.53 મેટ્રીક ટન માટીનો નજીકમાં જ સંગ્રહ કર્યો હતો. જ્યારે બાકીની 4517.64 મેટ્રીક ટન બારોબાર વેચી દીધી હોવાનું જણાયું હતું. જેથી તેમણે ખનીજ માફિયાઓને બિનઅધિકૃત રીતે ચોરી કરેલી 4517.64 મેટ્રીક ટન માટીના બદલમાં પ્રતિ મેટ્રીક ટનના 175 રૂપિયા લેખે 7.90 લાખથી વધુનો દંડ તેમજ તેમજ બન્ને એક્સ્કેવેટર મશીનના કમ્પાઉન્ડીંગના કુલ 4 લાખ સહિત 11.90 લાખનો દંડ ભરવા જણાવ્યો હતો. ઉપાંત પર્યાવરણીય નુકસાન પેટે 3.24 લાખથી વધુ દંડ ફટકાર્યો હતો. ટીમે કસુરવારોને કુલ 15.14 લાખથી વધુનો દંડ ફટકાર્યો હોવા સાથે તેમને કારણદર્શક નોટિસ પણ આપી હતી. જોકે, તેમણે રૂપિયા નહીં ભરતાં ટીમે માટી ખોદકામ માટે વપરાયેલાં બન્ને એક્સ્કેવેટરના માલિક જિતેન્દ્ર દિનેશ પટેલ(રહે. અતિથી બંગ્લોઝ, રેવા બા ટાઉનશીપની બાજૂમાં, ભરૂચ), મશીનો ભાડે રાખનારા અશોક શંકર ગોહિલ (રહે. પણિયાદરા, તા. વાગરા) તેમજ મશીનોના ઓપરેટરો પવન સુંદરલાલ યાદવ અને બ્રિજેશ ચંદુલાલ યાદવ વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચની સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના 18 માં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી

ProudOfGujarat

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ની પાનમ નદી ના ઉચવાણા ગામના પટમાંથી રેતી ખનન કરતા વીસ જેટલા વાહનો ભારે વરસાદ ના પગલે પાનમ નદી મા નવા પાણી આવતા ડુબી જવાનો અને તણાય જવાની ધટના બનવા પામી હતી .

ProudOfGujarat

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી ગેસ બિલના નાણાં વસૂલવા એક્ઝિક્યુટિવ ટીમ દ્વારા વસુલાત હાથ ધરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!