Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું : ૩.૫૬ કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

કૌભાંડને અંજામ આપનારા ચાર જણાની પોલીસે ધરપકડ કરી : મુખ્ય સુત્રધાર સહિત સાત વોન્ટેડ
ભરૂચ.
દહેજ પોલીસની ટીમે બલરામ હોટલ પાસે ચાલતાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંપનીમાંથી સ્ટેરીન કેમિકલ ભરીને બહાર નિકળતાં ટેન્કરના ડ્રાઈવરોના મેળાપીપણામાં ટેકરોમાંથી ગેરકાયદે અને જોખમી રીતે ૩૫ લીટરના કારબાઓમાં કેમિકલ ભરીને સગેવગે કરવામાં આવતું હતું. દરમિયાનમાં દહેજ પોલીસે કારસાને ઝડપી પાડી ૨.૧૦ કરોડનું સ્ટેરીન કેમિકલ તેમજ ૭ ટેન્કર અને એક પીકઅપ મળી કુલ ૩.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ ચાર જણાની ધરપકડ કરવામાં આવી છે. જોકે, હાલમાં કારસાનો મુખ્ય સુત્રધાર ગણાતો પાલેજનો સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાન સહિત ૭ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.
દહેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દહેજમાં આવેલી બલરામ હોટલ પાસે કેટલાંક શખ્સો કેમિકલ ભેરલાં ટેન્કરો ઉભા રખાવી તેમાંથી કારબામાં કેમિકલ ચોરી કરે છે. જેના આધારે ટીમે સ્થળ દરોડો પાડતાં ચાર જણા ઝડપાયાં હતાં. તેમની પુછપરછમાં તેમના નામ રમઝાનશા ઈસ્માઈલશા દિવાન (રહે. ઈન્દોર, ઝઘડિયા) હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યુ હતું કે, પાલેજના સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાનના કહેવાથી તે અને તેનો તોસીફશા ઉસ્માનશા દિવાન (રહે. વલણ,તા. કરજણ) સાથે તેઓ કેમિકલ ચોરી કરવા માટે આવતાં હતાં. જયારે અન્ય બે ટેન્કરના ડ્રાઈવર હોવાનું અને તેમના નામ ભેરારામ નારાયણરામ ચૌધરી (રહે. ઝાલોર, રાજસ્થાન) અને બાબુલાલ હનુમાનજી ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું માલુમ પડવું હતું. તેઓ ત્યાં કંપનીમાંથી સ્ટેરીન કેમિકલ ભરીને આવતા ટેન્કરોના વાલ્વ બોક્ષ ખોલીને તેમાંથી પાઈપ લગાવી ૩૫ લીટરના કારબાઓમાં તેઓ કેમિકલ ભરતાં હોવાનું માલુમ પડયું હતું.
સ્ટેરીન કેમિકલ જ્વલનશીલ હોવાનું જાણતાં હોવા છતાં ત્યાં કોઈ ફાયર સેફ્ટીના કોઈ સાધનો રાખી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતી ઉભી કરી હતી. ટીમે સ્થળ પરથી ૭ ટેન્કર, એક પિકઅપ જીપ તેમજ કેમિકલ ભરેલાં ૩૫ લીટરના કારબા તેમજ ખાલી કારબા ઉપરાંત મોબાઈલ તેમજ ૨.૧૦ કરોડની મત્તાનું કુલ ૨૧૭.૨૧ મેટ્રીક ટન કેમિકલ મળી કુલ ૩.૫૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે કુલ ચાર જણાની ધરપકડ કરી છે. જોકે, હાલમાં કારસાનો મુખ્ય સુત્રધાર ગણાતો પાલેજનો સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાન સહિત ૭ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.
તમામ ટેન્કરોમાં ગુજરાત કેમિકલ કંપની પોર્ટની બીલટી મળી

ઘટના સ્થળેથી પોલીસે વાહનો જપ્ત કરતાં તે પૈકીના ટેન્કરોના પણ તમામ જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા હતાં. જેમાં તેમણે તપાસ કરતાં માલુમ પડયું હતું કે, તમામ ટેન્કરોમાં ગુજરાત કેમિકલ પોર્ટ લી, કંપનીની બીલટી હતી. જેથી તે તમામ ડ્રાઈવરો કંપનીમાંથી સ્ટેરીન કેમિકલ ભરીને બહાર નિકળ્યા બાદ સીધા બલરામ હોટલ પાસે પહોંચતાં હતાં. અને ત્યાં તેઓ ટેન્કરનો વાલ્વ બોક્સ ખોલી તેમાંથી કેમિકલ ચોરી કરતાં હતાં.
 ડ્રાઈવરને એક કારબાના ૧૬૦૦ રૂપિયા આપતાં હતા

ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવાના કારસામાં ઝડપાયેલાં ટૂંક ચાલકોની પાથમિક પુછપરછમાં તેઓએ કબુલ્યું હતું કે, તેઓ પાલેજ ખાતે રહેતાં સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાનના સંપર્કમાં દશેક દિવસથી આવ્યાં હતાં. સમીર ઉર્ફે સત્તારશા એ તેમને બલરામ ઓટલ પાસે પોતાનું ટેન્કર લઈને આવવા જણાવ્યું હતું. જ્યાં ટેન્કરમાંથી સ્ટેરીન કેમિકલ કારબામાં કાઢી લેવામાં આવશે. અને તેમને એક કારબાના ૧૦૦ રૂપિયા મળશે તેમ જણાવતાં તેઓ તે પ્રમાણે બલરામ હોટલ પર જતાં હતાં.
માલવા પંજાબ હોટલ પાસે ચાર વર્ષ પહેલાં પણ કૌભાંડ ઝડપાયું હતું

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચાર વર્ષ પહેલાં ૨૮મી મેના રોજ દહેજમાં વેલ્સપન કંપની પાસે આવેલી માળવા પંજાબ હોટલ ખાતેથી ગેરસ્કાયદે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું. ત્યારે પણ ટીમે ૭ જેટલાં સખ્સોને ઝડપી પાડી કુલ ૧.૩૨ કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે રવિરાજ કાઠી સહિતના ૧૨થી વધુ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો હતાં. જોકે, બાદમાં તેઓને પણ પોલીસે તબક્કાવાર રીતે ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતાં.


Share

Related posts

નડિયાદ : મિત્રાલ ગામમાં એટીએમ બંધ હોવાથી લોકોને હાલાકી

ProudOfGujarat

વાલિયા તાલુકાના ગુંદિયા ગામે સફાઇ કરવાના મુદ્દે ગાળો દઇને લાકડીથી હુમલો.

ProudOfGujarat

ભરૂચ નગરના આલી પાંજરાપોળ વિસ્તાર માંથી જુગારીયાઓ ઝડપાયા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!