Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

Share

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

સરકારી કચેરીઓ સ્વચ્છ અને પ્લાસ્ટીકમુકત બને તે માટે અધિકારીઓ સહિત કર્મયોગીઓ સહભાગી બન્યા

Advertisement

।ભરૂચ ।

ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓના પરિસરમાં શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ. આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓ દ્વારા સ્વચ્છતાલક્ષી કામગીરી કરી પ્લાસ્ટીક વેસ્ટ કલેકશન કરાયુ હતુ.

ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓ સ્વચ્છતા તથા પ્લાસ્ટીક મુક્ત બને તે માટે જિલ્લાના કલેકટર ગૌરાંગ મકવાણા, અધીક નીવાસી કલેકટર એન.આર.ધાંધલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ સાથે મળીને કલેક્ટર કચેરી પરિસરનો કચરો, પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરી નિકાલ કર્યો હતો. સરકારી કચેરીઓ સ્વચ્છ, સુંદર અને રમણીય બને તેમજ પ્લાસ્ટિક મુકત બને તે માટે હાથ ધરાયેલા આ અભિયાનમાં કલેકટર કચેરી અને અન્ય કચેરીઓના અધિકારીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે ભારત સરકાર દ્વારા ચાલુ વરસે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણ દુર થાય અને લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે તે માટે પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. જેના અનુસંધાને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ આજરોજ તમામ તાલુકા મથકોની મામલતદાર કચેરીઓ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે સરકારી કચેરીઓના પરિસરમાં શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ. આ શ્રમદાન કાર્યક્રમમાં કલેકટર કચેરીના અધિકારી અને કર્મચારીઓ સહભાગી બન્યા હતા.


Share

Related posts

રાજપીપળા ગ્રામીણ બેંક મૃતપાય હાલતમાં થવા પાછળ ચેરમેન,એમડી,વા.ચેરમેન જવાબદાર હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રતિનિધિઓ આદિવાસી એકતા સંમેલનમાં ભાગ લેવા માટે આસામના દિફુ જવા રવાના…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભામાં રાશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!